Advertisement
Author: નોબત સમાચાર

હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટ તરફથી ન મળી રાહતઃ ૧ર ફેબ્રુઆરીના સુનાવણી

ઈડીને ૯ ફેબ્રુઆરી સુધી જવાબ દાખલ કરવા આદેશ

નવી દિલ્હી તા. પઃ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ની કાર્યવાહી વિરૃદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હેમંત સોરેનને આજે કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટના ચીફ જસ્ટીસ એસ. ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની બેંચે ઈડી પાસેથી ૯ ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આગામી સુનાવણી માટે ૧ર ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.

અગાઉ સુપ્રિમ કોર્ટે હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને તેમને હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી બુધવારે રાત્રે મની લોન્ડરિંગ કેસમાં સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. કથિત જમીન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં સાત કલાકથી વધુની પુછપરછ પછી ઈડીએ બુધવારે હેમંત સોરેનની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં લાંબી પૂછપરછ પછી ઈડીએ ૩૧ જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ૧ ફેબ્રુઆરીએ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. જ્યાં કોર્ટે તેને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા અને ઈડીની રિમાન્ડની માંગ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

બીજા દિવસે ર ફેબ્રુઆરીએ કોર્ટે તેને પાંચ દિવસ માટે ઈડી કસ્ટડીમાં મોકલી દીધા હતાં. આજે ઈડી તેમના ઝારખંડ એસેમ્બલી લઈ ગયા જ્યાં હેમંત સોરેન એસેમ્બલીમાં ફલોર ટેસ્ટમાં ભાગ લેશે.

હેમંત સોરેન ૩૧ જાન્યુઆરીએ ઈડીની કસ્ટડીમાં રાજભવન પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી પંચાઈ સોરેનને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. તેમણે ર ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં. આજે તેમણે ફલોર ટેસ્ટનો સામનો કરવો પડશે. જેએમએમ-કોંગ્રેસ ગઠબંધન કહે છે કે તે સરળતાથી બહુમતી સાબિત કરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh