Advertisement
Author: નોબત સમાચાર

બેંકના નાણા પરત ન કરનાર આસામીને એક વર્ષની કેદની સજા

અન્ય આરોપીને ચેક પરતના કેસમાં છ મહિનાની કેદઃ

જામનગર તા. ૫ઃ જામનગરના એક આસામીને રૃા.૧ લાખના ચેક પરતના કેસમાં અદાલતે છ મહીનાની કેદની સજા ફટકારી છે. જ્યારે લોનના નાણા બેંકને પરત નહીં કરનાર આરોપીને એક વર્ષની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

જામનગરના દેવુભાના ચોકમાં રહેતા વિશાલ દી૫કભાઈ મોડ નામના આસામીએ અફઝલ એમ. ભાયા પાસેથી રૃા.૧ લાખ હાથ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા અફઝલ ભાયાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી વિશાલ દીપકભાઈ મોડને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને રૃા.૧ લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વાલજી જોડ રોકાયા હતા.

જામનગર તાલુકાના મેડી ગામમાં વસવાટ કરતા ભાવેશ કાબાભાઈ ભાલોડીયાના પિતા કાબાભાઈ જેઠાભાઈ ભાલોડીયાએ ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. એગ્રી. એન્ડ રૃરલ ડેવલોપમેન્ટ બેંક લિ. પાસેથી પોતાની જમીન માટે યાંત્રીક સાધનોના હેતુ માટે રૃા.૩ લાખનું ધિરાણ મેળવ્યું હતું. તેના હપ્તા સમયસર ન ભરાતા તેનું વ્યાજ મળી કુલ રૃા.૪, ૩૪,૧૨૭ ચૂકવવાના બાકી હતા. તે રકમનો કાબાભાઈએ ચેક આપ્યો હતો. આ ચેક પરત ફરતા બેંક દ્વારા કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ તથા  ચેકની રકમ મુજબનું વળતર બેંકને ચૂકવી આપવાનો આદેશ કરાયો છે. બેંક તરફથી વકીલ વિવેક કણઝારીયા, નિકુંજ લીંબાણી, જીતેન્દ્ર ચાવડા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh