Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના લોકપ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

આગામી તા.૨૨મી ફેબ્રુઆરીએ

ખંભાળિયા તા. ૫ઃ લોકોના પ્રશ્નો, ફરિયાદો, રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિકકક્ષાએ હલ થઈ શકે તે હેતુથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તા.૨૨-૨ના સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલાં અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ જે અનિર્ણિત હોય, અરજદારે ગ્રામ તાલુકા અને જિલ્લાકક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. જિલ્લાકક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે.

અરજદાર કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઈ રજૂઆત કરી શકશે. સામુહિક રજૂઆત કરી નહીં શકાય. અરજદાર અત્રેની કચેરીમાં તા.૧૦-૨ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે તેમ નિવાસી કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh