Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સતવારા સમાજ ગુલાબનગર દ્વારા આવતીકાલે સમૂહ લગ્નોત્સવ યોજાશે

૧૮ નગયુગલ પ્રભુતામાં પગલા માંડશેઃ

જામનગર તા. ૫ઃ જામનગરના શ્રી સતવારા સમાજ ગુલાબનગર ટ્રસ્ટ દ્વારા ૨૫મા સમૂહ લગ્નોત્સવ-૨૦૨૪નું આયોજન આવતીકાલ તા. ૦૬-૦૨-૨૪ (મંગળવાર)ના દિને શ્રી સતવારા સમાજની વાડી, ભાનુ પેટ્રોલ પંપ સામે, સિન્ડીકેટ સોસાયટી, ગુલાબ નગર, જામનગરમાં કરવામાં આવ્યું છે. આ લગ્નોત્સવમાં ૧૮ યુગલ દાંપત્યજીવનની શરૃઆત કરી પ્રભુતામાં પગલા માંડશે.

આ સમૂહ લગ્નોત્સવના સમારંભના અધ્યક્ષસ્થાને સતવારા સમાજ ટ્રસ્ટ, ગુલાબ નગરના પ્રમુખ જશરાજભાઈ ડી. પરમાર, દીપ પ્રાગટ્યમાં હરિદ્વાર ધર્મશાળાના પ્રમુખ માવજીભાઈ પી. નકુમ અને મુખ્ય અતિથિવિશેષ તરીકે નાયબ દંડકશ્રી, ધારાસભ્ય (વઢવાણ-સુરેન્દ્રનગર) જગદીશભાઈ મકવાણા તેમજ અતિથિવિશેષ તરીકે સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ (કેબિનેટ મંત્રી), પૂનમબેન માડમ (સાંસદ), રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી (ધારાસભ્યો), ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહેશે.

ગુલાબનગરના આંગણે આયોજીત સમૂહલગ્નના માંગલિક અવસરોમાં સવારે ૬ વાગ્યે મંડપરોપણ, ૭ વાગ્યે જાન આગમન, ૯ વાગ્યે હસ્ત મેળાપ, ૧૧ વાગ્યે ભોજન સમારંભ અને બપોરે ૩ વાગ્યે જાન વિદાય થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh