Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સની વાર્ષિક બજેટ ફાળવણી દસ વર્ષમાં ૧૪ ગણી વધીને રૃા. ૮૩૩ર કરોડ પહોંચી

સરેરાશ કાર્યાન્વિત લંબાઈ ૧.૪ ગણી વધીને ૧૮૬ કિમી/વર્ષના આંકેઃ

અમદાવાદ તા. પઃ ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન રેલવે પ્રોજેક્ટને ફંડની ફાળવણી તેમજ પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થવામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આંશેક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા પ્રોજેક્ટ્સ માટે ભારતીય રેલવેની બજેટ ફાળવણી વર્ષ ર-૯-૧૪ ના સમયગાળામાં રૃા. પ૮૯ કરોડ પ્રતિવર્ષ હતી, જે વર્ષ ર૦ર૩-ર૪ માં ૧૪ ગણી કરતા પણ વધીને રૃા. ૮.૩૩ર કરોડ થઈ છે. ગુજરાત માટે કાર્યાન્વિન થનારા પ્રોજેક્ટ્સની સરેરાશ લંબાઈનો આંક પણ ૧.૪૧ ગણો વધીને ર૦૧૪-ર૩ દરમિયાન ૧૮૬ કિ.મી. પ્રતિવર્ષ થયો છે. જે અગાઉ ર૦૦૯-૧૪ ના ગાળમાં ૧૩ર કિ.મી. પ્રતિવર્ષ હતો. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ગુજરાતમાં રેલવેના પડતર તેમજ પ્રવર્તમાન પ્રોજેક્ટ્સ અંગે કરેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રિય રેલવે, સંદેશાવ્યવહાર અને ઈલેક્ટ્રોનિક્સ તથા આઈટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ર ફેબ્રુઆરી, ર૦ર૪ ના આ માહિતી પૂરી પાડી હતી.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર ૧ એપ્રિલ, ર૦ર૩ ના આંશિક/સંપૂર્ણપણે ગુજરાત રાજ્યમાં આવતા રૃા. ૩૦,૭૮૯ કરોડનો ખર્ચ ધરાવતા ૩,ર૦૦ કિ.મી. કુલ લંબાઈ ધરાવતા ૩૬ રેલવે માળખાગત પ્રોજેક્ટ્સ (૬ નવી લાઈન, ૧૮ ગેજ રૃપાંતરણ અને ૧ર ડબલિંગ સહિત) આયોજન/મંજુરી/નિર્માના તબક્કે છે. જેમાંથી ૭૩પ કિ.મી. લંબાઈના પ્રોજેક્ટ્સ માર્ચ ર૦ર૩ સુધીમાં રૃા. ૬,૧૧૩ કરોડના ખર્ચે કાર્યાન્વિત કરી દેવાયા છે.

આંશિક/સંપૂર્ણપણે ગુજરાતમાં આવતા ૧,૬૭૭ કિ.મી. સુધી કુલ લંબાઈના રેલવે પ્રોજેક્ટ્સ ર૦૧૪-ર૩ ના ગાળા દરમિયાન કાર્યાન્વિત કરી દેવાયા છે, જ્યારે આ આંક ર૦૦૯-૧૪ ના સમયગાળામાં ૬૬૦ કિ.મી.નો હતો. વર્ષ ર૦૧૪ પછીથી ભારતીય રેલવેમાં પ્રોજેક્ટ્સ માટે ફંડની ફાળવણી તેમજ કાર્યાન્વિત થવાના આંકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

શ્રી નથવાણી ગુજરાત રાજ્યમાં હાલ ચાલી રહેલા તેમજ પડતર રેલવે પ્રોજેક્ટ્સ ઉપરાંત તેની પાછળના અંદાજિત ખર્ચ, પૂર્ણ થવાના સમયગાળા, તેની પાછળના ખર્ચ અને આ પ્રોજેક્ટ્સ ક્યારે પરિપૂર્ણ થવાની સંભાવના છે તે વિશેની વિગતો જાણવા માગતા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh