Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં નૃત્ય ક્ષેત્ર ગૌરવશાળી ર૬ વર્ષથી ચાલતી સંસ્થા જે વિદ્યાર્થીઓમાં ભારતીય પરંપરાની નૃત્યશૈલી ભરતનાટ્યમનું સિંચન નગરના ગૌરવશાળી નૃત્ય નિદર્શક હિરબેન બુચના માર્ગદર્શનમાં થઈ રહ્યું છે, અત્યાર સુધીમાં રપ થી વધુ વિદ્યાર્થિનીઓ આરંગેત્રંમ પ્રસ્તુત કરી નૃત્ય શૈલીને જીવનમાં આગળ વધારી છે. શાંકુતલ સ્કૂલ ઓફ ભારતનાટ્યમ વિદ્યાર્થીના માધ્યમથી ૧૦૦ થી વધુ વિદ્યાર્થિનીઓ અને તેમની માતાઓ દ્વારા નૃત્ય નિદર્શક હિરબેન બુચ નૃત્ય નિદર્શનમાં ગણેશ સ્તુતિ, કૃષ્ણ ભક્તિ અને વિશેષ રામભક્તિ પર આધારિત ભરતનાટ્યમ નૃત્યોત્સવ નગરના ધન્વન્તરિ હોલમાં યોજાયો હતો. આ નૃત્યોત્સવમાં મેડિકલ કોલેજના ડીન ડોકટર નંદીની દેસાઈ, પીડીજી દિનેશ વિરાણી, જાણીતા ઉદ્યોગપતિ ઓમ મહેશ્વરી, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, ભોલાનાથ રિંડાણી, ડોકટર શિલ્પા ચુડાસમા, તેમજ દિપાલીબેનની વિશેષ ઉપસ્થિતિમાં અને હિરબેન બુચ નૃત્ય નિદર્શન યોજાયેલ નૃત્યોત્સવનું શાબ્દિક સંચાલન નિલેશભાઈ ઓઝાએ કરેલ તેમજ સમગ્ર ઈવેન્ટનું આયોજન અને સંકલન લલિત જોષીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial