Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં સરકારી શાળા પાસે જ ગંદકીનું સામ્રાજ્યઃ ન.પા.ની નિષ્ક્રિયતા

વિદ્યાર્થીઓ તથા આસપાસના રહેવાસીઓના આરોગ્ય પર સતત જોખમ

દ્વારકા તા. ૩ ઃ દ્વારકા યાત્રાધામમાં લખમીર સાંગણ શેરીમાં સરકારી શાળા પાસે છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત રસ્તાઓ ઉપર ગંદકી અને કચરાના ઢગલાં ખડકાયા હોવા છતાં નગરપાલિકા દ્વારા સફાઈ કરાતી નથી. નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ શાળાની બાજુમાં કચરો ઠાલવી જતા હોવાથી અસહ્ય ગંદકી તથા દુર્ગંધથી બાળકો અને રહેવાસીઓનું આરોગ્ય જોખમમાં મૂકાયું છે. આ અંગે પાલિકાને છેલ્લા ત્રણ વર્ષથી અનેકવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓએ દાદ ન આપતા આખરે રોષે ભરાયેલા વાલીઓએ શિક્ષકો તથા બાળકોને સાથે લઈ જઈ પાલિકા કચેરીએ હલ્લાબોલ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. દ્વારકામાં લખમીર સાંગણ શેરીમાં જિલ્લા પંચાયત સંચાલિત સરકારી શાળા તાલુકા નં. ૩ આવેલ છે. તે શાળામાં ૧ થી ૮ ધોરણ સુધીના દરરોજ ૧૭ર બાળકો અભ્યાસ કરવા આવે છે. તે શાળા બહાર ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી અને કચરાઓના ઢગલા પડ્યા હોવાથી જેના લીધે બાળકો અને આસપાસ રહેતા રહેવાસીઓનું આરોગ્ય જોખમાય રહ્યું છે.

ત્રણ-ત્રણ વર્ષ થયા રજૂઆતો કરવા છતાં નિંભર પાલિકા તંત્ર દ્વારકા નક્કર પગલાં લેવામાં આવતા નથી. બાળકો સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. પાલિકાના સફાઈ કર્મચારીઓ કચરો શાળાની બાજુમાં ઠાલવી જાય છે. કચરામાંથી દુર્ગંધ સતત ફેલાતી હોવાથી શાળા પરિસરમાં વાતાવરણ ખરાબ થાય છે. સફાઈ કર્મચારીઓ હાનિકારક કચરો ઠાલવી જતા હોવાથી દુર્ગંધભર્યુ વાતાવરણ રહેતું હોવાથી ત્રાસી ગયેલા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને રહેવાસીઓએ પાલિકા કચેરીએ દૂર કરો... દૂર કરો... ગંદકી દૂર કરો... ના નારા લગાવી ચીફ ઓફિસરને શાળા પાસેથી કાયમી ધોરણે કચરાનો પોઈન્ટ દૂર કરી શાળા આસપાસ કાયમી સફાઈ કરવા લેખિત રજૂઆત કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh