Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. પઃ કેન્દ્રીય તથા રાજ્યના અંદાજપત્રને દ્વારકા જિલ્લાના ભાજપના આગેવાનો દ્વારા આવકારાયું છે. સામાન્ય પ્રજાને ખૂબ ઉપયોગી તથા લોકોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ તથા લાભો વધારવા અસરકારક જોગવાઈઓ થયાનું જણાવાયું છે.
દેશના આંગણવાડી કાર્યકરોને આયુષ્માન યોજના, ત્રણ નવા રેલવે કોરીડોર સાથે ૪૦ હજાર કોચને વંદે ભારતમાં રૃપાંતર, આગામી પાંચ વર્ષમાં પી.એમ. આવાસમાં વધુ બે કરોડ મકાનો બનાવવા, રૃફ ટોપ સોલાર પ્લાન હેઠળ ૧ કરોડ ઘરોને ૩૦૦ યુનિટ પ્રતિ માસ ફ્રી વાપરવા, મનરેગા યોજનામાં ૮૬ હજાર કરોડ ફાળવવા, માતૃશક્તિ તથા દીકરીઓ માટે ખાસ કાર્યક્રમો, દેશમાં નવા નવ આઈઆઈટી તથા ૧પ એ.આઈ.આઈ.એમ.એસ. શરૃ કરવા, દેશમાં વધુ નવી મેડિકલ કોલેજો શરૃ કરવા આયોજન, એનર્જી મીનરલ તથા સિમેન્ટના નવા ત્રણ કોરીડોર બનાવવા કૃષિ માટે મોર્ડન સ્ટોરેજ તથા સપ્લાય ચેઈન, નેનો ડીએપીનો વિસ્તાર, લખપતિ દીદીઓની સંખ્યા વધારવા ખાસ આયોજન, પશુ પાલકો માટે ખાસ મદદની યોજના, સીફૂડ એકસપોર્ટ ડબલ કરવા આયોજન, સરસવ, મગફળી, ખેતિ માટે ખાસ આયોજન, પાંચ ઈન્ટીગ્રેટેડ એકવા પાર્કનું આયોજન ૧૧.૧૧ લાખ કરોડના કેપેકસનું આયોજન, એમ.એસ.એમ.ઈ.માં સરળ બિઝનેસનું આયોજન આવકાર્ય છે.
ગુજરાત રાજ્ય સરકારે પણ ઐતિહાસિક અત્યાર સુધીના સૌથી મોટા અંદાજપત્રને પણ આવકારાયું છે. જેમાં કોઈ નવા કરવેરા વગરનું વિકાસલક્ષી બજેટ, ૧રપ૦ કરોડની નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, નારી યુવા ખેડૂતોને પ્રાધાન્ય, ગુજરાતને ગ્લોબલ હટ બનાવવા ખાસ આયોજન, મોટા શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ આયોજન, ૧૧૦૦ જનરક્ષક વાહનોનું માળખું, આરોગ્ય વિભાગ માટે ર૦૧૦૦ કરોડની ફાળવણી, કૃષિ વિકાસ માટે રર૧૯૪ કરોડની ફાળવણી, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય રમતવીરો તૈયાર કરવા ખાસ આયોજન, મુખ્ય મંત્રી ગ્રામ સડક માટે રૃા. પાંચ હજાર કરોડની ફાળવણી, જળસંપત્તિ વિભાગ માટે ૧૧પ૩પ કરોડની ફાળવણી, તળાવો, ચેકડેમો ઉંડા કરવા ખાસ આયોજન, ૩૧૯ નવી ૧૦૮ એમ્બ્યુલસ ખરીદવા આયોજન, ગ્રામીણ વિસ્તારના લોકોના જીવન ધોરણ સુધારવા ખાસ આયોજન, પંચાયતની વ્યવસ્થામાં બે હજાર નવી જગ્યાઓ ભરી તંત્રને વ્યવસ્થિત કરવા આયોજન, માર્ગ મકાન વિભાગ માટે રર૧૬૩ કરોડ, વન પર્યાવરણ માટે રપ૮૬ કરોડ, શિક્ષણ માટે પપ૧૧૪ કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે ૬૮૮પ કરોડની ફાળવણી સાથે ર૦૪૭ ના વિજનના રોડ મેપ સાથેનું ગુજરાતના અંદાજપત્રમાં નવી આઠ હજાર આંગણવાડી તથા ૧૭ર સ્કૂલોનું પણ આયોજન છે.
રાજ્ય તથા કેન્દ્રીય અંદાજપત્રને રાજ્યમંત્રીશ્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લાના પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝીયા, પાલિકા પ્રમુખ ખંભાળીયા રચનાબને મોટાણી, ઓખા પાલિકા પ્રમુખ ઉષાબેન ગોહીલ, અગ્રણીઓ હરીભાઈ વાલજી નકુમ, પાલાભાઈ કરમુર, સી.આર. જાડેજા, વનરાજસિંહ વાઢેર દ્વારા આવકારાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial