Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ સમીક્ષા

જામનગર જિ.પં.ના સભાખંડમાં બેઠકઃ

જામનગર તા. ૫ઃ જામનગર જિલ્લા પંચાયતના સભાખંડમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી અને પ્રા. શાળાઓમાં સેમિનારનું આયોજન વગેરે મુદ્દાઓની ચર્ચા કરાઈ હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિસ્તૃતપણે ચર્ચા-વિચારણા કર્યા બાદ જણાવ્યું હતું કે, શાળાઓની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તાર પર રેગ્યુલર ચેકીંગ થવું જોઈએ. તેમજ શાળા-કોલેજોના બાળકોને તમાકુની આડઅસર વિશે સમજણ મળે તે જરીરૃ છે. શાળાની આસપાસ સ્વચ્છતા જળવાય રહે તે બાળકોના આરોગ્ય માટે આવશ્યક છે. તમાકુનું ગેરકાયદે રીતે વેચાણ કરવા વિરૃદ્ધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે છે. જી.જી. હોસ્પિટલમાં વ્યસનમુક્તિ માટે વિશેષ કાઉન્સેલીંગ પ્રોગ્રામનું આયોજન કરાય છે જેમાં નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાગ લેવો જોઈએ.

ઉપરાંત નેશનલ પ્રોગ્રામ ફોર કલાયમેટ ચેન્જ એન્ડ હ્યુમન રિસોર્સની સમીક્ષા બેઠકમાં સહિત ઋતુગત ફેરફારો અને કોલ્ડવેવ અંગે માર્ગદર્શિકાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, તાલુકા હેલ્થ ઓફિસરો, જિલ્લા આરોગ્ય વિભાગા કર્મી અને સમિતિના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh