Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત ઉંચકાતા તાપમાનના કારણે ઠંડી ઘટી
જામનગર તા. ૫ઃ જામનગરમાં ગઈકાલે તાપમાન ઉંચકાયુ હતું પરંતુ પવનની ઝડપ વધુ રહેતા સુસવાટા મારતા ઠંડા પવનની અસર જોવા મળી હતી.
જામનગરમાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૩૦.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૦.૫ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પવનની ઝડપ પ્રતિ કલાકમાં સરેરાશ ૨૦ થી ૨૫ કિમીની રહેવા પામી હતી જ્યારે ભેજનું પ્રમાણ મહત્તમ ૮૮ ટકા રહ્યું હતું.
આગલા દિવસે ન્યુનતમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયું હતું. એટલે કે ગઈકાલે તાપમાન અઢી ડિગ્રી ઉંચકાયુ હતું એટલે રાહત જોવા મળી હતી. પરંતુ આગલા દિવસની સરખામણીએ પવનની ઝડપ બમણી નોંધાતા લોકોને ઠંડા સુસવાટા મારતા પવનથી ઠંડીનો વધુ અહેસાસ થયો હતો. આ ઉપરાંત ગઈકાલે ભેજનું પ્રમાણ પણ વધ્યું હતુંં આથી ઝાકળની અસર જોવા મળી હતી.
આમ તાપમાનનો પારો સતત ઉપર તરફ સરકતો હોવાથી ઠંડી વિદાય લઈ રહી હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial