Advertisement
Author: નોબત સમાચાર

રિક્ષામાં કરાતી દારૃની હેરફેર ઝડપાઈ ૪૮ બોટલ સાથે એક શખ્સની ધરપકડ

સ્કૂટર-બાઈકમાં દસ બોટલ લઈને જતાં બે ઝડપાયાઃ

જામનગર તા. ૫ઃ જામનગરના હિંગળાજ ચોક પાસેથી રિક્ષામાં લઈ જવાતી દારૃની ૪૮ બોટલ પોલીસે પકડી પાડી છે. તે જથ્થા સાથે સંકપાયેલા શખ્સે સપ્લાયરનું નામ પોલીસને આપ્યું છે. ઉપરાંત માલુભાના ચોકમાંથી બે શખ્સ સ્કૂટર તથા બાઈકમાં દસ બોટલ લઈને જતા હતા તેને એલસીબીએ ઝડપી લીધા છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૮માં હિંગળાજ ચોક પાસે રિક્ષામાં દારૃની હેરાફેરી થવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના વિજય કાનાણી, રવિ શર્માને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે શનિવારે બપોરે વોચ રાખી હતી.

તે દરમિયાન જીજે-૧૦-ટીડબલ્યુ ૯૩૪૫ નંબરની રિક્ષાને રોકાવી ચેક કરાતા તેમાંથી અંંગ્રેજી શરાબની ૪૮ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે સતિષ લક્ષ્મીદાસ ગજરા નામના શખ્સની ધરપકડ કરાઈ છે અને રિક્ષા સહિત રૃા.૧ લાખ ૭૪ હજારનો મુદ્દામાલ ઝબ્બે લેવાયો છે.

જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં શેરી નં.૪૫માં સ્કૂટરમાં દારૃની હેરાફેરી થતી હોવાની બાતમી એલસીબીના હરદીપ બારડ, ઋષિરાજસિંહને મળતા ગઈકાલે સવારે માલુભાના ચોકમાં વોચ રાખવામાં આવી હતી. જેમાં સ્કૂટર તથા હીરો મોટરસાયકલ પર જઈ રહેલા કિશન મયુરભાઈ કનખરા તથા અર્જુનસિંહ બળવંતસિંહ રાઠોડ નામના બે શખ્સને રોકવામાં આવ્યા હતા. આ શખ્સોની તલાશી લેવાતા દારૃની દસ બોટલ મળી આવી હતી. એલસીબીએ બોટલ, બે મોબાઈલ, બંને વાહન મળી કુલ રૃા.૧ લાખ ૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોએ ભાવેશ દામા પાસેથી બોટલ લીધાની કબૂલાત કરી છે.

જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં ગૌશાળા સર્કલ પાસેથી ગઈકાલે સાંજે સોહિલ દિનેશભાઈ સંજોટ નામનો શખ્સ દારૃની એક બોટલ સાથે ઝડપાઈ ગયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh