Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન મેદાનમાંથી સિક્યુરિટી ગાર્ડના મોબાઈલની ઉઠાંતરી

મેઘપરમાંથી મોબાઈલ ચોરાયોઃ

જામનગર તા. ૫ઃ લાલપુરના પડાણામાં શાક ભાજી લેવા ગયેલા દિલ્હીના એક શખ્સના ખિસ્સામાંથી કોઈ શખ્સે મોબાઈલ સેરવી લીધો છે. જ્યારે પ્રદર્શન મેદાનમાંથી સિક્યુરિટી ગાર્ડનો મોબાઈલ ઉપડી ગયો છે.

લાલપુર તાલુકાના ૫ડાણા ગામમાં ભાડાના મકાનમાં વસવાટ કરતા મૂળ દિલ્હીના રવિ પુરનમાસી નામના યુવાન ગઈ તા.૧૨ની સાંજે પડાણા ગામમાં શાક માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે તેમના ખિસ્સામાંથી રૃા.૨૪ હજારની કિંમતનો રીયલમી કંપનીનો મોબાઈલ કોઈ શખ્સે સેરવી લીધો હતો. રવિએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલા ગાયત્રી ચોક પાસે જશવંત સોસાયટીમાં રહેતા અશોકસિંહ હનુભા જાડેજા નામના સિક્યુરિટી ગાર્ડ શુક્રવારે બપોરે સાતરસ્તા પાસે પ્રદર્શન મેદાનમાં હતા ત્યારે તેમના ખિસ્સામાંથી રૃા.૧૯૯૦૦ની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સે સેરવી લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh