Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજેતાઓને ધારાસભ્યના હસ્તે પ્રમાણપત્રો એનાયતઃ
જામનગર તા. ૫ઃ તાજેતરમાં યોજાયેલા ૪૩ મી સ્ટેટ રોલર સ્કેટીંગ સ્પર્ધામાં જામનગરની રાધે સ્કેટીંગના સ્કેટર્સ વિવિધ કેટેગરીમાં વિજેતા થઈ ઝળહળ્યા હતાં.
આર્ટીસ્ટીક સ્કેટીંગમાં આદિત્ય કટારમલે ફ્રી ફિગર કેટેગરીમાં ગોલ્ડ અને સોલોમાં સિલ્વર મેડલ, પ્રિયાંશ નંદાએ સોલોમાં સિલ્વર, ફિગરમાં સિલ્વર અને ફ્રી માં બ્રોન્ઝ મેડલ, દર્શિત કનખરાએ સોલોમાં ગોલ્ડ, ફિગર તથા ફ્રી માં બ્રોન્ઝ મેડલ, પરમ ફલીયાએ ફ્રી તથા ફિગરમાં સિલ્વર મેડલ, કર્ણવ કનખરાએ સોલો તથા ફિગરમાં ગોલ્ડ અને ફ્રી માં સિલ્વર મેડલ, સંકલ્પ કટારમલે ફિગરમાં સિલ્વર મેડલ, રોનક કટારમલે સોલોમાં બ્રોન્ઝ, મંથન નંદાએ સોલો તથા ફિગરમાં ગોલ્ડ અને ફ્રી માં સિલ્વર મેડલ, ધ્રુવ મંગીએ ઈનલાઈનમાં ગોલ્ડ, ફ્રી તથા સોલોમાં સિલ્વર મેડલ, ક્રિષ્ના મંગીએ સોલો તથા ફિગરમાં સિલ્વર અને ફ્રી માં બ્રોન્ઝ મેડલ મેડલ મેળવ્યા હતાં.
ગ્રુપ શો માં આદિત્ય, કર્ણવ, રોનક, સંકલ્પ, પરમ, ધ્રુવ, ક્રિષ્ના, દર્શિતની ટીમ વિજેતા થઈ હતી. સ્લો સ્લેલમમાં કાવ્યન સરાલાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઝળહળતું પ્રદર્શન કરનાર રાધે સ્કેટીંગના સ્કેટર્સને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહીત કર્યા હતાં. તથા સ્કેટર્સના મેન્ટોર રાધે જોઈસરની પ્રતિભા અને તાલીમની પ્રશંસા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial