Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝારખંડ વિધાનસભામાં સંબોધનઃ
રાંચી તા. પઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને મતદાન માટે કોર્ટે મુક્તિ આપતા ઝારખંડ વિધાનસભામાં પહોંચીને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, મારી ધરપકડ થઈ તે દિવસ લોકતંત્રનો કાળો દિવસ છે.
અદાલતે છૂટ આપ્યા પછી ભૂ.પૂ. મુખ્યમંત્રી હેમંત સોરેન ફ્લોર ટેસ્ટમાં સામેલ થવા માટે ઈડીની ટીમ સાથે વિધાનસભા પહોંચ્યા હતાં. જેએમએમએ દાવો કર્યો છે કે તેમની પાસે ૪૭ ધારાસભ્યોનું સમર્થન છે. આ તરફ ભાજપે કહ્યું કે, પંચઈ સરકાર ભલે ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ જાય, પરંતુ જનતાની નજરમાં તે નિષ્ફળ જશે. તેમણે કહ્યું કે મારી ધરપકડ થઈ એ લોકતંત્ર માટે કાળો દિવસ છે. કોઈ મુખ્યમંત્રીની આ રીતે પ્રથમ વખત ધરપકડ થઈ છે. તેમણે કહ્યું કે, જો મારા પરના આક્ષેપો પૂરવાર થશે તો હું રાજનીતિ છોડી દઈશ.
ઉલ્લેખનિય છે કે, હેમંત સોરેનની અરજી અંગે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ૯ ફેબ્રુઆરીએ ઈડી તરફથી હાઈકોર્ટમાં જવાબ આપવામાં આવશે. આગામી સુનાવણી ૧ર મી ફેબ્રુઆરીએ થશે. હેમંત સોરેન વતી ધરપકડ અને રિમાન્ડને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે.
હેમંત સોરેને કહ્યું કે, વર્ષ ર૦૦૦ થી કૌભાંડ જોવા મળ્યું નથી. હિંમત હોય તો પેપર પર મારૃ નામ બતાવો. મારૃ નામ આવશે તો હું રાજકારણમાંથી રાજીનામું આપી દઈશ. હું આ જાણતો હતો કે આ લોકોએ એક પણ આદિવાસીને પ વર્ષનો કાર્યકાળ પૂરો કરવા દીધો નથી. તેમણે આદિવાસી સીએમ પણ બનાવ્યા હતાં, પરંતુ તેઓ પણ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતાં. અમે તે સમયથી લડી રહ્યા છીએ જ્યારે લોકોએ આઝાદીનું સ્વપ્ન પણ નહોતું જોયું.
હેમંત સોરેને કહ્યું કે અમે હાર માની નથી. તેમને લાગે છે કે મને જેલમાં નાખીને તેઓ તેમની યોજનામાં સફળ થ શે. આ ઝારખંડ છે, દરેક ખૂણે આદિવાસીઓ અને દલિતોએ બલિદાન આપ્યા છે. અમે તે સમયથી લડી રહ્યા છીએ, જ્યારે તેઓ દેશની આઝાદીનું સ્વપ્ન પણજોતા નહોતા.
હેમંત સોરેને કહ્યું કે, બાબા ભીમરાવ આંબેડકરે પોતાનો ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવવો પડ્યો. એવી જ તૈયારી ઝારખંડમાં આદિવાસીઓ-મુળવાસીઓ સાથે કરવામાં આવી રહી છે. આદિવાસી પ્રત્યે વિપક્ષને જે નફરત છે તે મારી સમજની બહાર છે. અમે જંગલમાંથી બહાર આવીને તેમની બરાબર બેસી ગયા તો તેમના કપડા મેલા થવા લાગ્યા. તેઓ અમને અસ્પૃશ્ય માને છે. જો તેમનું ચાલે તો તેઓ અમને જંગલમાં પાછા મોકલી દેશે. તેમને એ જ ૪૦૦ વર્ષ જુનું જીવન જીવવા માટે મજબૂર કરાય.
તેમણે કહ્યું કે, ચંપઈ સોરેન જીના વિશ્વાસના મતના સમર્થનમાં આ ગૃહમાં ઊભો છું. અમારો આખો પક્ષ અને સમગ્ર ગઠબંધન ચંપઈ સોરેનને સમર્થન કરે છે. હું કહેવા માગું છું કે, ૩૧ મી જાન્યુઆરીની કાળી રાત, કાળો અધ્યાય, દેશના લોકતંત્ર સાથે નવી રીતે જોડાયેલો છે. દેશમાં પહેલીવાર ૩૧ મીની રાત્રે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી હતી. મારી જાણ મુજબ મને લાગે છે કે આ પહેલી ઘટના છે. મને લાગે છે કે આ ઘટનાને અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક રાજભવન પણ સામેલ છે. ચર્ચા માટે એક કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પછી ફ્લોર ટેસ્ટ થશે.
તે પહેલા નવા મુખ્યમંત્રી ચંપઈએ ભાષણ આપ્યું, તેમણે કહ્યું કે, અમારી બહુમતી સરકારને પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા. આ તરફ હેમંતે કહ્યું કે, દેશમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાછળ રાજભવન પણ જવાબદાર છે. અમે માથું ઝુંકાવીને ચાલવાનું શીખ્યા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial