Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અયોધ્યાધામના ઐતિહાસિક ધર્મોત્સવના અવસરે
જામનગર તા. પઃ જામનગરના આંગણે તા. રર ના સોમવારે ધર્મકાર્ય સાથે માનવ સેવાના સતકાર્યરૃપે રકતદાન યજ્ઞ આયોજીત કરવામાં આવ્યો હતો. જામનગર પત્રકાર મંડળ અને જામનગર વોલન્ટરી બ્લડ બેંકના સંયુકત ઉપક્રમે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે છોટીકાશીના વિશ્વ પ્રસિદ્ધ બાલાહનુમાન મંદિર પાસે તા. રર-૧-ર૪ ના સોમવારે સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા દરમિયાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યાધામના ઐતિહાસિક ધર્મોત્સવના શુભ અવસરે આયોજીત આ રકતદાન કેમ્પમાં જામનગરવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને ૩૦૦ થી વધુ બોટલ રકતદાન કર્યું હતું. જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ કિંજલભાઈ કારસરીયા, સહમંત્રી સુચિતભાઈ બારડ, ખજાનચી દિપકભાઈ લાંબા અને જામનગર વોલન્ટરી બ્લડ બેંકના એમ.ડી. અનિરૃદ્ધસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી રકતદાતાઓને બિરદાવ્યા હતાં. રકતદાન કરનાર નાગરિકોને પ્રમાણપત્ર તેમજ આકર્ષક ભેટ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial