Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી નાગાજણમાં સ્ટાર્ટરમાંથી શ્રમિકને મળ્યું મોતઃ
જામનગર તા. ૫ઃ જામનગરના સિક્કામાં છએક મહિના ૫હેલાં થયેલી મારા મારીમાં ઈજા પામ્યા પછી એક યુવાનને આંચકી આવતી હતી. આ યુવાનનું આંચકી આવવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કાલાવડના મોટી નાગાજણમાં ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતી વખતે સ્ટાર્ટરમાંથી વીજ આંચકો લાગતા શ્રમિકનું મૃત્યુ થયું છે.
જામનગર તાલુકાના સિક્કા ગામની પંચવટી સોસાયટીમાં રહેતા ધર્મરાજસિંહ નટુભા કંચવા (ઉ.વ.૩૪) નામના યુવાનને ગઈ તા.૪-૮-૨૦૨૩ ના દિને થયેલી એક મારામારી માં માથામાં ઈજા થઈ હતી. સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલા ધર્મરાજસિંહને હેમરેજ થયાનું જે તે વખતે જાહેર થયું હતું.
ત્યારપછી આ યુવાનને અવારનવાર માથામાં દુખાવો વધતો હતો અને ચક્કર આવવા ઉપરાંત આંચકી પણ આવતી હતી. તે દરમિયાન ગઈકાલે સવારે તેઓને આંચકી આવી જતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. મૃતકના સંબંધી ભગીરથસિંહ ભૂપતસિંહ કંચવાએ પોલીસને જાણ કરી છે.
કાલાવડ તાલુકાના નાની નાગાજણ ગામમાં કુલદીપ ગોરધનભાઈ કોઠીયા નામના ખેડૂતના ખેતરને ભાગમાં વાવવા માટે દાહોદ જિલ્લાના સંજોલી તાલુકાના જશુભાઈ વાલસીંગ ભુરીયાએ રાખ્યું હતું. તે ખેતરમાં કામ કરી રહેલા તેમના પુત્ર રાહુલ (ઉ.વ.૨૦) શુક્રવારે રાત્રે કૂવા પાસે મુકવામાં આવેલી ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેમને સ્ટાર્ટરમાંથી આંચકો લાગ્યો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું જશુભાઈ ભુરીયાએ પોલીસને જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial