Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈથી હજારોની ભીડ વચ્ચેથી દબોચી લેવાયો
મુંબઈ તા. પઃ મુંબઈના કૂખ્યાત મૌલાના સલમાન અઝહરીને ગુજરાત એટીએસએ ઘાટકોપરથી હજારોની ભીડ વચ્ચેથી દબોચી લીધો હતો. જુનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઈરલ થતાની સાથે જ હરકતમાં આવી ગયેલી જુનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરૃદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૃ કરી હતી. ગુજરાત એટીએસ અને જુનાગઢ પોલીસ મુફતી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં મુંબઈ પોલીસે પણ મૌલાના અને અન્ય બે વિરૃદ્ધ આઈપીસીની કલમ ૧પ૩ (સી), પ૦પ (ર) ૧૮૮ અને ૧૧૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે તેમના ભાષણનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો હતો. ત્યારપછી પોલીસે જુનાગઢમાં કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી. અને મૌલાનાને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૃ કર્યુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર આયોજકોએ કાર્યક્રમ માટે પરવાનગી માંગી હતી કે, અઝહરીનું સંબોધન ધર્મ અને વ્યસન મુકતિ વિશે જાગૃતિ ફેલાવવાનું હશે. પરંતુ તેમણે પોતાના સંબોધનમાં ભડકાઉ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ન્યુઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા મૌલાના અઝહરીના વકીલે કહ્યું કે, ઈસ્લામિક ઉપદેશક તપાસમાં સહયોગ કરવા તૈયાર છે, પરંતુ આ સંબંધમાં પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial