Advertisement
Author: નોબત સમાચાર

ચિલીના ૯ર જંગલો ભીષણ આગમાં બળીને ખાખઃ ૧૧ર ના થયા મૃત્યુઃ ૧૬૦૦ લોકો બેઘર

બેકાબૂ આગને ઠારવા તથા રાહત-બચાવ માટે પ૦૦ થી વધુ ફાયરકર્મીઓ તથા ર૦ થી વધુ હેલિકોપ્ટર તૈનાતઃ

ચિલી તા. પઃ મધ્ય અને દક્ષિણ ચિલી ગીચ વસતિવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને ૧૧ર થઈ ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. આગ પર કાબૂ મેળવવા માટે ર૦ થી વધુ હેલિકોપ્ટર અને ૪પ૦ ફાયર ફાઈટર સાથે પ૦૦ થી વધુ ફાયરકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ચિલીના જંગલોમાં ભીષણ આગનું તાંડવ બેકાબૂ બન્યું છે, અને મૃત્યુઆંક વધી રહ્યો છે. ગીચ વસતિવાળા વિસ્તારોમાં ફેલાયેલી વિશાળ જંગલની આગને કારણે છેલ્લા ત્રણ દિવસમાં ઓછામાં ઓછા ૧૧ર લોકોના મોત થયા છે. ચિલીના મધ્ય વિસ્તારમાં આવેલા જંગલમાં બે દિવસ પહેલા લાગેલી આગના કારણે રવિવારથી ફાયર વિભાગના કર્મચારીઓને જહેમત ઊઠાવવી પડી રહી છે.

પ્રમુખ ગેબ્રિયલ બોરીકે ચેતવણી આપી હતી કે ટીમો નાશ પામેલા વિસ્તારોની શોધમાં હોવાથી સંખ્યામાં 'નોંધપાત્ર' વધારો થશે. આગથી ગંભીર રીતે પ્રભાવિત ઘણાં શહેરોમાં વહીવટી તંત્રે કર્ફયુ લાદી દીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગના કારણે ઓછામાં ઓછા ૧૬૦૦ લોકો બેઘર થઈ ગયા છે. વિના ડેલ મારના પૂર્વિય ક્ષેત્રના ઘણાં વિસ્તારો જવાળાઓ અને ધૂમાડામાં લપેટાઈ ગયા છે. જેના કારણે કેટલાક લોકો તેમના ઘરોમાં ફસાઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે વિના ડેલ માર અને આસપાસના વિસ્તારોમાં લગભગ ર૦૦ લોકો ગુમ થયાના અહેવાલ છે અને આગના કારણે છેલ્લા ત્રણ દિવસમાં ઓછામાં ઓછા ૧૧ર લોકોના મોત થયા છે.

લગભગ ત્રીસ લાખની વસતિ ધરાવતું વિના ડેલ માર શહેર એક લોકપ્રિય બીચ રિસોર્ટ છે અને દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળા દરમિયાન પ્રખ્યાત સંગીત ઉત્સવનું આયોજન કરે છે. રાષ્ટ્રને સંબોધતા દેશના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરીકે જણાવ્યું હતું કે, આગથી મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે, કારણ કે વાલ્પારાઈસો ક્ષેત્રમાં ચાર સ્થળોએ મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળી હતી અને અગ્નિશામકો ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બોરીકે ચિલીના લોકોને બચાવ કાર્યકરોને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, 'જો તમને વિસ્તાર ખાલી કરવાનું કહેવામાં આવે, તો આમ કરવામાં અચકાશો નહીં. આગ ઝડપથી ફેલાઈ રહી છે અને અબોહવાની પરિસ્થિતિઓને કારણે તેને કાબૂમાં લેવું મુશ્કેલ બની ગયું છે. તાપમાન ઊંચુ છે, પવન જોરથી ફૂંકાઈ રહ્યો છે અને ભેજ ઓછો છે.'

ચિલીના ગૃહપ્રધાન કેરોલિના તોહાએ શનિવારે જણાવ્યું હતું કે, દેશના મધ્ય અને દક્ષિણમાં ૯ર જંગલોમાં આગ લાગી છે, જ્યાં આ અઠવાડિયે તાપમાન અસમાન્ય રીતે ઊંચુ રહ્યું છે. વાલપારાઈસો વિસ્તારમાં લાગેલી ભીષણ આગને કારણે સત્તાવાળાઓએ લોકોને તેમના ઘર છોડીને  સલામત સ્થળોએ જવા વિનંતી કરી હતી. વાલપરાઈસો વિસ્તારમાં ત્રણ આશ્રય શિબિર બનાવવામાં આવી છે. તોહાએ કહ્યું કે બચાવ ટીમો હજુ પણ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh