Advertisement
Author: નોબત સમાચાર

મેઘપરમાંથી બોગસ તબીબની અટકાયત

કહેવાતા ક્લિનિકમાંથી દવા, ઈન્જેક્શન ઝબ્બે લેવાયાઃ

જામનગર તા. પઃ લાલપુર તાલુકાના મેઘપર ગામમાંથી જામનગર એસઓજીએ એક બોગસ તબીબને પકડી પાડ્યો છે. આ શખ્સ તબીબ ન હોવા છતાં પ્રેક્ટિસ કરતો હોવાનું ખૂલ્યું છે. તેના કહેવાતા ક્લિનિકમાંથી દવા, બાટલા વગેરે કબજે કરાયા છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક શખ્સ ડોક્ટર ન હોવા છતાં તબીબી પ્રક્ટિસ કરતો હોવાની બાતમી એસઓજીના બળભદ્રસિંહ, વિરેન્દ્રસિંહ, ચંદ્રસિંહ, તૌસિફ તાયાણીને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેર તથા સ્ટાફે મેઘપરમાં પતરા કોલોનીમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળેથી મૂળ પશ્ચિમ બંગાળના તલકોલા ગામનો વતની અને હાલમાં મેઘપરમાં હરીલાલ નિમાવતના મકાનમાં ભાડે રહેતો અવિજીત અધીર બિશ્વાસ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સની પાસે એસઓજીએ ડિગ્રી જોવા માગતા આ શખ્સ ડોક્ટર ન હોવાનું ખૂલ્યું છે. તેના કહેવાતા ક્લિનિકમાંથી દવા, ઈન્જેક્શન, બાટલા વગેરે કબજે કરાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh