Advertisement
Author: નોબત સમાચાર

એકલવાયા જીવન તથા બીમારીથી કંટાળી જઈ યુવકે મોતની સોડ તાણી

જલદ પ્રવાહી પી લીધા પછી સારવારમાં મૃત્યુઃ

જામનગર તા. ૫ઃ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની બીમારી તથા એકલવાયા જીવનથી કંટાળીને કોઈ જલદ પ્રવાહી પી લીધા પછી તેઓનંુ સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી માસ્તર સોસાયટીમાં રહેતા અશોકસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.૩૧) નામના યુવાન સાતેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા. તે દરમિયાન એકાદ વર્ષથી એકલવાયું જીવન જીવતા હતા.

પોતાની બીમારી તથા એકલવાયાપણાથી કંટાળી અશોકસિંહે શનિવારે સાંજે પોતાના ઘરે કોઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યંુ છે. મૃતકના પિતા ગંભીરસિંહ જાડેજાએ પોલીસે જાણ કરી છેેે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh