Advertisement
Author: નોબત સમાચાર

ઓશવાળ સમાજના સેવાભાવી અને હાલારના ભામાશા કાંતિભાઈ લખમશીભાઈ હરિઆનું નિધન

જામનગર તા. પઃ હાલારના ભામાશા ગણાતા અને ઓશવાળ સમાજના શ્રેષ્ઠી કાંતિભાઈ લખમશીભાઈ હરિઆનું  ૭૩ વર્ષની વયે અવસાન થતાં ઓશવાળ સમાજ, ખંભાળીયા, જામનગર, મુંબઈ, વાપી તથા શિક્ષણ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

કાંતિભાઈ હરિઆના લગ્ન કેન્યા નિવાસી રમીલાબેન સાથે થયા હતા. તેમના પાંચ સંતાનોમાંથી સૌથી મોટા પુત્ર કૌશિકભાઈનું અકાળે અવસાન થતાં તેમની સ્મૃતિમાં સ્થાપેલા ફાઉન્ડેશનના માધ્યમથી શિક્ષણક્ષેત્રે સેવાકિય પ્રવૃત્તિ ચાલે છે.

વાપીમાં કૌશિક હરિઆના નામે એજ્યુકેશનલ ફાઉન્ડેશન તથા ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનીંગ સેન્ટર કાર્યરત છે. અમુલખ અમીચંદ સ્કૂલના તેઓ ટ્રસ્ટી-વાઈસ પ્રેસીડેન્ટ હતા. રોટરી ચેરી. ટ્રસ્ટ અને એલ.જી. હરિયા ટ્રસ્ટના નેજા હેઠળ રપ૦ બેડની હોસ્પિટલ ચાલે છે. વાપીમાં અંબાજી માતાના મંદિરનું નિર્માણ પણ કાંતિભાઈ હરિઆએ કર્યું હતું.

તેમના માર્ગદર્શન હેઠળ જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અનેક ઉચ્ચસ્તરીય શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે.

કાંતિભાઈ લખમશીભાઈ હરિઆના નિધનથી હાલારના ઓશવાળ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh