Advertisement
Author: નોબત સમાચાર

બાઈક ચોરી કરીને ફેરવતો લવર મુછીયો ઝડપાયોઃ મુદ્દામાલ કબજે

રૃા.૨૫ હજારનું બાઈક પોલીસને કાઢી આપ્યુંઃ

જામનગર તા. ૫ઃ જામનગરના લાખોટા તળાવના નવ નંબરના ગેઈટ સામેથી ચોરાઉ બાઈક સાથે જતાં એક લવરમુછીયાને પોલીસે પકડી પાડ્યો છે. તેણે એક બાઈકની ચોરી કર્યાનું કબૂલ્યું છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ન્યુ સ્કૂલ સામેથી તળાવની પાળ તરફ જવાના રસ્તા પર એક શખ્સ ચોરાઉ બાઈક સાથે પસાર થવાનો હોવાની બાતમી પરથી દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકીના પીએસઆઈ કે.વી. ઝાલા તથા સ્ટાફના એમ.એમ. જાડેજા, જયેશ વઢેલ, યોગેશ મકવાણા, વિજય રાવલે વોચ રાખી હતી.

તે દરમિયાન ચેલા પાસે મારવાડીવાસમાં રહેતો દીપક ઉર્ફે કરણ નરશી રાઠોડ નામનો શખ્સ જીજે-૧૦-સીકે ૭૫૭૦ નંબરના બાઈકમાં નીકળ્યો હતો. મૂળ જુનાગઢના શાહપુર ગામના વતની અને હાલમાં દેવભૂમિ દ્વારકામાં બસ સ્ટેન્ડ પાસે મારવાડીવાસમાં રહેતા આ શખ્સે તે બાઈક ચોરી કર્યાનું કબૂલ્યું છે. પોલીસે બાઈક કબજે કરી આરોપીની ઘનિષ્ઠ પૂછપછર હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh