Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૫ઃ જામનગરમાં સોલેરીયમ પાસે મિલીટ્રી સપ્લાય સ્ટેશન આવેલું છે. ત્યાં આવવા-જવા માટે સોલેરીયમ પાસેનો એક માત્ર રસ્તો છે. જેથી મિલીટ્રીના વાહનોને ટ્રાફીક સમસ્યા નડે છે.
આ સપ્લાય સ્ટેશનની વિશાળ જગ્યા છે. તેને મહાનગરપાલિકા હસ્તક લેવામાં આવે તો શહેરની મધ્યમાં કિંમતી જમીન મળી શકે અને સપ્લાય સ્ટેશન માટે મહાનગરપાલિકા દ્વારા શહેર બહારના વિસ્તારમાં જમીન ફાળવી શકે છે. જેથી નવાગામ ઘેડ જવા-આવવા માટેના ટૂંકા માર્ગને પણ ખુલ્લો કરી શકાય.
મિલીટ્રીના વાહનોને કોઈ ઈમરજન્સી સમયે અવરજવરમાં અનુકુળતા રહે અને ટ્રાફીક સમસ્યાનો ઉકેલ આવે તે માટે સપ્લાય સ્ટેશનને અન્યત્ર સ્થળે ખસેડવા જામનગર જિલ્લા જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ મયુરભાઈ માડમે રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial