Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રેનેડ-ગોળીબાર-પોલીસ સ્ટેશનનો ઘેરાવઃ હુમલાખોરો નાશી છૂટ્યાઃ
ઈસ્લામાબાદ તા. પઃ પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આતંકી હુમલો થતા ૧૦ ના મોત થયા છે અને ૬ ઘાયલ થયા છે. હુમલાખોરો નાશી જતા સર્ચ ઓપરેશન શરૃ કરાયું છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર આમાં ૧૦ પોલીસકર્મીઓના મોત થયા છે અને ૬ ઘાયલ થયા છે. આ હુમલો ચૂંટણીના ૩ દિવસ પહેલા થયો. અહીં ૮ મી ફેબ્રુઆરીએ ચૂંટણી છે. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે લગભગ ૩ વાગે દરબન શહેરના પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. તેઓએ પોલીસ સ્ટેશનને ચારે બાજુથી ઘેરલી લીધું અને ગ્રેનેડ ફેંક્યા. આ પછી ફાયરીંગ શરૃ થયું. પોલીસે જવાબી કાર્યવાહી કરી, પરંતુ આતંકીઓ નાસી છૂટ્યા. તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.
બલુચિસ્તાનમાં સોમવારે સવારે ચૂંટણી પંચની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હતો. પાકિસ્તાની મીડિયા એઆરવાય ન્યૂઝ અનુસાર ચૂંટણી પંચના ગેટની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ કોણે કરાવ્યો અને શા માટે થયો તેની માહિતી મળી નથી.
જિયો ન્યૂઝ અનુસાર બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં તાજેતરના સમયમાં આતંકી હુમલાઓ તેજ થયા છે. બલુચ લિબેરશન આર્મી બલુચિસ્તાનમાં અને પાકિસ્તાની તાલિબાન ખૈબરમાં હુમલાઓ કરી રહી છે.
તા. ૮ ફેબ્રુઆરીએ યોજાનારી નેશનલ અને એસેમ્બલીની ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓમાં વધારો થયો છે. ૩૧ જાન્યુઆરીએ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઉમેદવારની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ખૈબર પખ્તુનખ્વાના બજૌર જિલ્લામાં બની હતી. માર્યા ગયેલા ઉમેદવારનું નામ રહાન ઝુબ ખાન હતું. રેહાનને ઈમરાનની પાર્ટીનું સમર્થન હતું અને તે નેશનલ એસેમ્બલી સીટ નંબર ૮ પરથી ઉમેદવાર હતાં. હુમલાખોરો બાઈક પર આવ્યા હતાં અને ફાયરીંગ કરીને ભાગી ગયા હતાં. 'જિયો ન્યૂઝ' અનુસાર પોલીસને હજુ સુધી હુમલાખોરો વિશે કોઈ સુરાગ નથી મળ્યો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial