Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટ યાર્ડમાં ભાજપ પ્રેરીત પેનલના તમામ ૧૪ ઉમેદવારનો વિજય

માર્કેટ યાર્ડમાં ફરી સત્તા સંભાળતું ભાજપઃ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર (હાપા માર્કેટ) યાર્ડમાં ડાયરેક્ટરોની ૧૪ બેઠક માટે ગઈકાલે યોજાયેલ મતદાન પછી આજે મત ગણતરી હાથ ધરવામાં આવતા બન્ને વિભાગમાં ભાજપ પ્રેરીત પેનલનો ઝળહળતો વિજય થતા વિજેતાઓને ફૂલહાર કરી, ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આમ યાર્ડમાં ફરી એક વખત ભાજપે સત્તાનું સૂકાન સંભાળ્યું છે. હાપા માર્કેટ યાર્ડમાં વર્તમાન શાસકોના હોદ્દાની મુદ્ત પૂર્ણ થતા નવા ડાયરેક્ટરો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો હતો. જેમાં ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ બેઠકો મળી કુલ ૧૪ બેઠકો માટે મતદાન થયું હતું. આ માટે કુલ ર૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં. ગઈકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સરેરાશ ૯૭ ટકા જેટલું ઊંચુ મતદાન થયું છે. દરમિયાન આજે સવારે ત્રણ રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારીની હાજરીમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. વેપારી વિભાગની ચાર બેઠક માટે ૧૧ ઉમેદવારો મેદાનમાં હતાં, અને ૧૧૦ મતનું મતદાન થયું હતું. જેમાં ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો છે. તેમાં કોટેચા હિરેનભાઈ વિજયભાઈ (૭૩ મત), ભંડેરી સંજયભાઈ જગદિશભાઈ (૭૬ મત), મહેતા વિરેશભાઈ મનસુખલાલ (૭૭ મત) અને સાવલિયા જયેશભાઈ રતિલાલ (૬૧ મત) વિજેતા થયા છે. આ ચારેય વિજેતાઓને ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતાં. આ ઉપરાંત ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ૧૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતાં તેમાં પણ ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો છે. જેમાં કોરડિયા વિપુલભાઈ ચંદ્રેશભાઈ (૬૦૪ મત), છૈયા અશ્વિનભાઈ વિનોદભાઈ (૬૨૫ મત), જાડેજા ઉમેદસંગ ભવાનસંગ (૫૮૯ મત), જાડેજા પ્રદ્યુમનસિંહ માલુભા (૬૧૬ મત), ઝાલા જયપાલસિંહ પ્રવિણસિંહ (૬૧૦ મત), પરમાર જીતેનભાઈ કરશનભાઈ (૫૭૯ મત), ભિમાણી દયાળજીભાઈ મોહનભાઈ (૬૧૦ મત), ભંડેરી જમનભાઈ ડાયાભાઈ (૬૦૦ મત), સભાયા મુકુન્દભાઈ ખોડાભાઈ (૫૯૫ મત) અને સોજીત્રા ચંદ્રેશભાઈ રામજીભાઈ (૫૯૮ મત) નો સમાવેશ થાય છે. ખેડૂત વિભાગમાં કુલ ૭૬૦ મત હતાં. તેમાંથી ૭૧૯નું મતદાન થયું હતું. જ્યારે આજે મતગણતરીમાં ૨૨ મત રદ થયા હતાં. આમ ભાજપ પ્રેરીત પેનલના તમામ ૧૪ ઉમેદવા વિજેતા થા ભાજપે ફરી એક વખત યાર્ડમાં સત્તાનું સૂકાન સંભાળ્યું છે, અને વિજેતાઓને ફૂલહાર કરી, ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. હવે આગામી દિવસોમાં યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેનની વરણીઓ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh