Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકીલે તાજેતરમાં જ ખરીદ્યુ હતું નવું ટેબલઃ
જામનગર તા. ૬ઃ જામનગરના ન્યાયાલયના પટાંગણમાં એક વકીલે પોતાનું નવુનક્કોર ટેબલ મૂક્યું હતું. તે ટેબલને શનિવારે સાંજથી સોમવારની સવાર સુધીમાં કોઈએ તોડી નાખતા પોલીસમાં અરજી કરાઈ છે. જામનગરના મસીતીયા ગામમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અનવરભાઈ સીદીકભાઈ હાલાણીએ જામનગરના ન્યાયાલયના પટાંગણમાં તાજેતરમાં જ નવું ખરીદેલુ પોતાનું ટેબલ રાખ્યું હતું. તે ટેબલ પર વકીલ અનવરભાઈ કામ કરતા હતા.
તેઓ ગયા શનિવારે સાંજે સાતેક વાગ્યે કામ પૂર્ણ કર્યા પછી ઘેર ગયા અને સોમવારે સવારે પરત ફર્યા તે દરમિયાન કોઈ શખ્સે તેમનું ટેબલ ભાંગી તોડી નાખ્યું હતું. આથી અનવરભાઈએ પોલીસમાં અરજી પાઠવી ભાંગતોડીયા તત્ત્વ સામે ગુન્હો નોંધવા અને પકડી પાડવા માગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial