Advertisement
Author: નોબત સમાચાર

સલાયા નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલનો સુખદ અંત

સલાયા તા. ૬ઃ સલાયા નગરપાલિકાના સફાઈ કામદારોને ત્રણ-ત્રણ મહિનાથી પગાર નહીં ચૂકવાતા તથા અન્ય માંગણીઓ સાથે છેલ્લા રપ દિવસથી હડતાલ પર ઉતરી ગયા હતાં. પરિણામે સલાયામાં ચારેતરફ ગંદકીની સમસ્યા સર્જાઈ હતી.

આ પ્રશ્ને ચીફ ઓફિસરે સરકારમાં બુનીયાદી પગાર ભથ્થા ગ્રાન્ટની ૧૦૦ ટકા માંગણી કરી હતી. જેમાંથી સરકારે ૬૦ ટકા ગ્રાન્ટ મંજુર કરી નાણા મોકલી આપતા સફાઈ કામદારોને દોઢ મહિનાનો પગાર ચૂકવી આપવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો પગાર આવતા અઠવાડિયામાં ચૂકવી આપવા બીનશરતી ખાત્રી આપતા સફાઈ કામદારોએ હડતાલ સમટી લીધી હતી અને કામ પર ચડી જતાં હડતાલનો સુખદ અંત આવ્યો છે.

ચીફ ઓફિસર અને શહેર ભાજ૫ પ્રભારી પરેશભાઈ કાનાણીએ મધ્યસ્થી થઈ આ પ્રશ્નનું નિરાકરણ કરાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh