Advertisement
Author: નોબત સમાચાર

હવાઈચોકમાં હુમલો કરવાના ગુન્હામાં ચાર આરોપી છૂટ્યા

સવા બે વર્ષ પહેલાં કરાયો હતો પ્રહારઃ

જામનગર તા. ૬ઃ જામનગરના હવાઈચોકમાં સવા બે વર્ષ પહેલા એક યુવાન પર હુમલો કરવાના ગુન્હામાં સંડોવાયેલા ચાર શખ્સનો કોર્ટે છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના હવાઈચોકમાં ગઈ તા.૨૦-૮-૨૧ના દિને ચાલ્યા જતાં ભરત બી. નાખવા નામના યુવાનને બે બાઈકમાં ધસી આવેલા ભરત ઉર્ફે ભજ્જી અશોક નંદા, અશ્વિન કેશવ નંદા, ભાવેશ કેશવ નંદા, નરેન્દ્ર નાથાભાઈ ગંઢા નામના ચાર શખ્સે રોકી લઈ માર માર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ અજય પટેલની દલીલો ગ્રાહ્ય રાખી ચારેય આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh