Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૬ઃ ઓખામાં નવીનગરીમાં રહેતા એક વૃદ્ધે પોતાનું રૃા.૧૫ લાખની કિંમતનું મકાન ૧૫ વર્ષથી પોતાના સગા બનેવીએ ગુપચાવી લીધાની પોલીસમાં ફરિયાદ કરી છે. તેઓએ પોતાના બનેવીને આ મકાન ખાલી કરી આપવા અવારનવાર વિનંતી કરી હતી તેમ છતાં મકાન સોંપવામાં આવતું ન હોવાથી આખરે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલી નવીનગરીમાં વસવાટ કરતા મહમદરફીક આમદ વસા નામના વૃદ્ધનું ૧૫૦૦ ફૂટ જગ્યા પર મકાન આવેલું છે. સિટી સર્વે નં.૩૯૪ તથા શીટ નં.૨૬માં આ મકાનમાં ઈસ્માઈલ મુસા ગજ નામના શખ્સે પેશકદમી કરી લીધી હતી.
સંબંધમાં પોતાના સગા બનેવી થતાં આ શખ્સને તે મકાન ખાલી કરી આપવા માટે અવારનવાર મહંમદરફીક વસાએ વિનંતી કરી હતી તેમ છતાં સાળાનું મકાન બનેવી ખાલી કરતા ન હતા. આથી મહંમદરફીકે ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં પોતાના સગા બનેવી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અંદાજે રૃા.૧૫ લાખની કિંમતનું અને ૧૫ વર્ષથી પચાવી પાડવામાં આવેલા મકાન અંગે ઈસ્માઈલ મુસા સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial