Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષિલક્ષી કામગીરીની સમીક્ષા-પરામર્શ કરાયોઃ
જામનગર તા. ૬ઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરમાં ર૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત વર્ષ-ર૦ર૩ દરમિયાન થયેલ કામગીરી તથા ચાલું વર્ષ ર૦ર૪ દરમિયાન કરવાની થતી કૃષિલક્ષી કામગીરીની સમીક્ષા તેમજ પરામર્શ કરવામાં આવેલ. ત્યારબાદ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ વિષય પર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, જૈવિક ખેતી, ખેતી પર વાતાવરણની અસરો તેમજ ખેતીમાં આધુનિક અને ખેતીખર્ચ ઘટાડો તેમજ પ્રાકૃતિક ખેતી વગેરે જેવા મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પ્રગતિશીલ ખેડૂત વિશાલ જેસડીયાને મિલિયોનેર ફાર્મર ઓફ ધ ઈન્ડિયા, બલદેવ ખાત્રાણીને સરદાર પટેલ સંશોધન પુરષ્કાર તેમજ કિશોરભાઈ પેઢડીયાને રાજ્ય કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તેમજ પાયલબેન કંટારીયાને નાગલી મેડમ સાલ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા હતાં. કુલપતિ ડો. વી.પી. ચોવટિયાએ બદલતા વાતાવરણમાં આવનાર ખેતી વિષયક પ્રશ્નોને પહોંચી વળવા વૈજ્ઞાનિકો અને ખેડૂતોને ટકોર કરી હતી અને ખેતીમાં આવતી રોગ જીવાતોની સમસ્યાનો હલ કરવા નવીનતમ ટેકનોલોજી વાપરવાની ભલામણ કરી હતી.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. કે.પી. બારૈયા, ડો. એન.બી.જાદવ, વિસ્તરણ શિક્ષણ નિયામક, જુનાગઢ કૃષિ યુનિ.ના સહ સંશોધન નિયામક, સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી.એસ. હીરપરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ પશુપાલન નિયામક, લાઈન ડીપાર્ટમેન્ટના સભ્યો તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial