Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીને ચેક પરતના બે કેસમાં કેદ, રોકડનો ફટકારાયો દંડ

મકાનની લોનની જમા થઈ હતી રકમઃ

જામનગર તા. ૬ઃ જામનગરના એક આસામીએ ₹ ૧૭ લાખમાં મકાન ખરીદી તેની રકમ ચૂકવી આપી હતી. તે પછી આ મકાન પર મળેલી લોનનો ચેક મકાન વેચનારના ખાતામાં જમા થયો હતો. તે રકમ આપવામાં ઠાગાઠૈયા કરાયા પછી ₹ ૧ લાખના બે ચેક પરત ફર્યાની ફરિયાદ થઈ હતી. જેમાં અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા અને ₹ ૧ લાખનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના રાકેશભાઈ રમેશભાઈ અકબરી નામના આસામીએ હંસરાજભાઈ કરમશીભાઈ નડીયાપરા પાસેથી જામનગરના સેટેલાઈટ પાર્કમાં આવેલુ મકાન ₹ ૧૭ લાખમાં ખરીદ કર્યું હતું. તે રકમ રાકેશભાઈએ ચૂકવી આપી હતી અને મકાનનો કબજો પણ સંભાળી લીધો હતો.

તે પછી રાકેશભાઈએ ખાનગી બેંકમાંથી ₹ ૯ લાખ ૪૦ હજારની લોન મેળવી હતી. તેનો ચેક કાયદા મુજબ હંંસરાજભાઈના ખાતામાં જમા થયો હતો. અગાઉથી મકાનની કિંમત અપાઈ ગઈ હોવા છતાં ઉપરોક્ત ચેક જમા થતાં રાકેશભાઈએ તે રકમ પરત માગી હતી પરંતુ હંસરાજભાઈએ તે રકમ ન આપતા રાકેશભાઈએ છેતરપિંડી, વિશ્વાસઘાત કરવા અંગે પોલીસમાં અરજી કરી હતી. તે અરજીનું સમાધાન થયા પછી ₹ ૩ લાખ ૪૦ હજારના બે ચેક અપાયા હતા. તે બંને ચેક પરત ફર્યા હતા. આથી રાકેશભાઈએ કોર્ટમાં કેસ કરતા ફરીથી સમાધાન થયું હતું અને હંસરાજભાઈએ ₹ ૧ લાખના બે ચેક આપ્યા હતા.

તે ચેક પણ પરત ફરતા કોર્ટમાં બે જુદી જુદી ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હંસરાજ કરમશી નડીયાપરાને છ મહિનાની કેદ અને ₹ ૧ લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફે વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, જયદીપસિંહ જાડેજા, એચ.એચ. ધામેલીયા, ગૌરાંગ મુંજપરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh