Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, સિગારેટ, તમાકુ અને પાન-મસાલાની ઉઠાંતરીઃ
જામનગર તા. ૬ઃ કાલાવડના નિકાવામાં આવેલી પાન-મસાલાની એક દુકાનમાં રવિવારની રાત્રે ત્રાટકેલા ચઢ્ઢી-બનિયાનધારી બે શખસે મ્હોં પર બુકાની બાંધી ચોરી કરી છે. આ શખ્સોએ એક દીવાલમાં બાકોરૃ પાડી અંદર ઘૂસ્યા પછી રૃા.૪૦ હજાર રોકડા અને રૃા.૪૪૭૦૦નો માલસામાન ઉઠાવ્યો છે. ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. તસ્કરોના પોલીસે સગડ દબાવ્યા છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં માટેલ સેલ્સ એજન્સી નામની પાન-મસાલાની દુકાન ચલાવતા મૂળ ભગત ખીજડિયા ગામના વતની અને હાલમાં નિકાવાના રાજડા રોડ પર રહેતા સુધીર રમેશભાઈ ફળદુ રવિવારે પોતાની દુકાન વધાવીને ઘેર ગયા હતા.
તે દરમિયાન રાત્રે સાડા ત્રણેક વાગ્યે ચડ્ડી તથા બનિયાન ધારણ કરેલા બે શખ્સ બુકાની બાંધીને દુકાનની એક દીવાલ પાસે પહોંચ્યા હતા. તેઓએ બાકોરૃ પાડી દુકાનમાં પ્રવેશ મેળવ્યા પછી ખાંખાખોળા શરૃ કર્યા હતા. જેમાં આ શખ્સોને દુકાનના થડામાં રાખવામાં આવેલા વેપારના રૃા.૪૦ હજાર રોકડા મળી આવ્યા હતા. જ્યારે બીજા ખાનામાંથી ચાંદીના ૫૦ સિક્કા પણ સાંપડ્યા હતા.
આ શખ્સોએ રોકડ તથા રૃા.૧૫ હજારના સિક્કા ઉપાડવા ઉપરાંત બાગબાન તમાકુના ૨૦૦ ગ્રામના ૧૨ ડબલા, ૫૦૦ ગ્રામના ૩ ડબલા, તમાકુના પાઉચના ૩૦ પેકેટ તથા સિગારેટના ૫ પેકેટ અને વિમલ પાન-મસાલાના બે પેકેટ મળી કુલ રૃા.૮૪ હજાર ૭૦૦ની મત્તાની ચોરી કરી લીધી હતી.
ચોરીની સોમવારે સવારે દુકાને આવેલા સુધીરભાઈને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. દોડી આવેલી પોલીસે દુકાનમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા તેમાં બે શખ્સ ચોરીને અંજામ આપતા નજરે પડી રહ્યા છે. આ શખ્સો સામે સુધીરભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭, ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial