Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ઃ રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા એક શખ્સે પંદર વર્ષની તરૃણીને લગ્નની લાલચ આપી શનિવારે પોતાની સાથે નસાડી હતી. તે પછી દ્વારકા તરફ લઈ જઈ આ શખ્સે તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. રવિવારે તરૃણીને તેના ઘર પાસે છોડી દઈ આ શખ્સે પોબારા ભણી લીધા હતા. પોલીસે તે તરૃણીની માતાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
રાજકોટમાં કોઠારીયા રોડ પર રામનગર-૧માં વસવાટ કરતા સોમ દીપકભાઈ સોલંકી ઉર્ફે બબુ (ઉ.વ.૨૦) નામના શખ્સે ગયા શનિવારે રાત્રિના સમયે એક સગીરાનું અપહરણ કર્યું હતું. તે તરૃણીને દ્વારકા તરફ લઈ જઈ આ શખ્સે ત્રણથી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારપછી પંદર વર્ષની તે તરૃણીને તેના ઘર પાસે મૂકી સોમ સોલંકી પલાયન થઈ ગયો હતો. તે તરૃણીએ ઘેર જઈ પોતાના માતાને વાત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ તરૃણીએ લગ્નની લાલચ અપાયાનું પોલીસને જણાવ્યું છે. પોલીસે માતાની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial