Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકી રકમની ઉઘરાણી કરતા યુવકને માર પડ્યોઃ
જામનગર તા. ૬ઃ જામનગરના પ્રદર્શન મેદાનમાં અગાઉના ઝઘડા માટે બોલાવી એક સીદી બાદશાહ યુવાનને ધોકાવી નખાયો હતો. તેણે ચાર શખ્સ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ધંધા તથા મકાન માટે આપેલા પૈસાની માગણી કરતા ગોકુલનગરમાં બે સગા ભાઈએ એક યુવાનને ગઈકાલે બપોરે છરી-ધોકાથી માર માર્યાે હતો.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી અલ્સફા સોસાયટીમાં રહેતા અને ટ્રકમાં ક્લિનર તરીકે કામ કરતા અલ્તાફ હુસેન કકલ ઉર્ફે રાશીદને અગાઉ ધરારનગર-૧માં રહેતા અફઝલ ખફી નામના શખ્સ સાથે ઢીંચડામાં દરગાહે બોલાચાલી થઈ હતી.
આ ઝઘડાનું સમાધાન કરવા માટે કહી ગઈ તા.૧ની બપોરે સીદીક ચના નામનો શખ્સ પ્રદર્શન મેદાનમાં લઈ ગયો હતો જ્યાં અગાઉથી હાજર અફઝલ ખફી અને એજાઝ મલેકે ગાળો ભાંડી હતી અને અલ્તાફને પકડી રાખી સીદીક ચના તેમજ કચ્છી વાઘેરે મદદગારી કરી હતી. આ વેળાએ અફઝલ તથા એજાઝે ગાળો ભાંડી વાયરના હન્ટરથી માર માર્યાે હતો અને અલ્તાફને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાે હતો. આ બાબતની સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના કનસુમરા ગામના ઈકબાલ હારૃનભાઈ ખીરા નામના આસામીએ ઢીંચડા ગામના ફારૃક અલીમામદ ખફીને અગિયારેક મહિના પહેલાં ધંધા તથા મકાન માટે પૈસા આપ્યા હતા. તે રકમ ફારૃકે પરત નહીં આપતા ઈકબાલે ઉઘરાણી કરી હતી. તે બાબતનો ખાર રાખી ગઈકાલે બપોરે ગોકુલનગરમાં ફારૃક તથા તેના ભાઈ નઝીર અલીમામદ ઉર્ફે નીનાએ છરી, ધોકાથી હુમલો કરી ઈકબાલને માર માર્યાે હતો. સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફારૃકે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial