Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સામૂહિક અરોગ્ય કેન્દ્રને સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવા વિચારણા

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાને રાજ્યના આરોગ્યમંત્રીનો જવાબ

જામનગર તા. ૬ઃ જામજોધપુરના સામુહિક અરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની બાબતે સરકાર વિચારણા કરી રહી છે. જામનગરમાં બે અને દેવભૂમિ દ્વારકામાં એક સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલની જરૃરિયાત છે પરંતુ હાલની સ્થિતિમાં એક પણ નથી.

આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલની સુવિધા મળે તે માટે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. હજુ સુધી ભાજપના કોઈપણ ધારાસભ્ય કે નેતાએ આ મુદ્દે કોઈપણ કામ કર્યું નથી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વિધાનસભામાં સવાલ પૂછ્યો હતો કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ કાર્યરત છે, તો તેના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જવાબ આપતા જણાવ્યું હતું કે હાલ ફકત એક સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ છે. આ એક સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ હકીકતમાં ધ્રોલમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર હતું તેને સબ ડિસ્ટ્રિકટ તરીકે અપગ્રેડ કરવા માટે અનુમતિ આપી છે. હાલની સ્થિતિમાં  જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એક પણ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ નથી.

આ જિલ્લાઓમાં કેટલી નવી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોની જરૃરત છે ? તેના જવાબમાં આરોગ્ય મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં બે સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલની જરૃરત છે અને દેવભૂમિ દ્વારકામાં એક સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલની જરૃરત છે. આ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ કયાં સુધીમાં બનાવવામાં આવશે તો તેનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના જામજોધપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાની બાબતે સરકાર વિચારણા કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh