Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના વડત્રામાં બાઈક આડે શ્વાન ઉતરતા ચાલક યુવાને ગૂમાવી જિંદગીઃ
જામનગર તા. ૬ઃ લાલપુરથી ત્રણ કિ.મી. દૂર કુકડા કેન્દ્ર પાસે ગયા બુધવારે સાંજે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર બંધ હાલતમાં રોડ વચ્ચે પડયું હતું તેની પાછળ ધડાકાભેર બાઈક ઘૂસી જતાં બાઈકચાલક દેવગઢ ગામના વૃદ્ધનું મૃત્યુ નિપજયું છે. જ્યારે ખંભાળિયાના વડત્રા ગામમાં રાત્રિના સમયે બાઈક આડે કૂતરૃ આવતા સર્જાયેલા અકસ્માતમાં વડત્રાના યુવાને જિંદગી ગુમાવી છે.
લાલ૫ુર તાલુકાના દેવગઢ ગામના કાનાભાઈ ભીખાભાઈ ઝુઝા (ઉ.વ.૬૦) નામના ભરવાડ વૃદ્ધ ગઈ તા.૩૧ની સાંજે સાડા સાતેક વાગ્યે જામનગરથી લાલપુર તરફના ધોરીમાર્ગ પર જીજે-૧૦-ડીએચ ૨૮૫૮ નંબરના મોટર સાયકલ પર જતા હતા.
તેઓ જ્યારે લાલપુરથી ત્રણ કિ.મી. દૂર કુકડા કેન્દ્ર પાસે પહોંચ્યા ત્યારે રોડ પર જીજે-૧-એફક્યુ ૩૨૪૯ નંબરના ટ્રોલી સાથેનું એક ટ્રેક્ટર સાથે બંધ પડ્યું હતું. તે ટ્રેક્ટરની આગળ કોઈ આડશ કે પાછળ લાઈટ મુકવામાં ન આવી હતી ઢળતી સાંજે તેની પાછળ કાનાભાઈનું બાઈક ધડાકાભેર ઘૂસી ગયું હતું. અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા કાનાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ખોડાભાઈએ ટ્રેક્ટરના ચાલક સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડત્રા ગામમાં આહિર ભીમશીભાઈ દેવાતભાઈ જોગલ (ઉ.વ.રર) નામના યુવાન ગઈ તા.૧૯ની રાત્રે અગિયારેક વાગ્યે જીજે-૧૦-સીકે ૧૦૦૯ નંબરના બાઈકમાં વડત્રા પાસેથી પસાર થતા હતા. આ વેળાએ અચાનક જ દોડીને એક શ્વાન રોડ વચ્ચે આવી જતાં ભીમશીભાઈએ બ્રેક મારી હતી અને તેના કારણે બાઈક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થતાં તે યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પિતા દેવાતભાઈ અરશીભાઈ જોગલે ખંભાળિયા પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial