Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોવીડ રસીની આડઅસર નથીઃ આરોગ્ય મંત્રી
ગાંધીનગર તા. ૬ (જીતેન્દ્ર ભટ્ટ દ્વારા)ઃ ગુજરાત વિધાન સભાના બજેટ સત્રમાં રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે કોવીડની રસી લીધી હોય તેમને હૃદયરોગનો હુમલો આવે છે તે વાત સાચી નથી. આ અંગે કોઈ પૂરાવા મળ્યા નથી.
રાઘવજીભાઈ ટેબલેટ જોતા નથી
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની બેઠક આગળ ટેબલેટ ગોઠવેલ છે પણ તેઓ જોતા નથી. કુંવરજીભાઈ બાવળીયા તથા બળવંતસિંહ રાજપૂતે પ્રશ્નો અંગે મદદ કરી હતી.
હાલારની હોસ્પિટલો અંગે માહિતી
જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા મેઘજીભાઈ ચાવડાના પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો પૂછતા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલો અંગે માહિતી આપવામાં આવી હતી. દ્વારકામાં જનરલ હોસ્પિટલ કાર્યરત છે. ભાણવડ, કલ્યાણપુર, ખંભાળીયા, ઓખા મંડળમાં સુવિધા ઉપલબ્ધ છે.