Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ દિવસમાં નવ મનોરથઃ
દ્વારકા તા. ૬ઃ આગામી ગુરૃવારે ૮ ફેબ્રુઆરીના દિને દ્વારકાના ઈતિહાસમાં પ્રથમ વખત જગતમંદિરમાં ધુલી પાઉ મનોરથના વિશેષ દર્શન થશે જે અંતર્ગત ઠાકોરજીના ઉત્થાપન સાથે જ મંગળા આરતીના ઘંટરાવ સાથે જ દિવ્ય મનોરથનું આયોજન થશે. તે પછી દિવસભર વધારાના નવા મનોરથના દિવ્ય દર્શન થઈ શકશે.
દ્વારકાધીશ મંદિરના વારાદાર પૂજારી જયેશભાઈ ઠાકર અને એ. ઠાકરના સેવા પુજાના ક્રમાનુસાર તા. ૮ ફેબ્રુઆરી ગુરૃવારના એક દિવસમાં ભગવાન દ્વારકાધીશજીની સેવાક્રમ દરમ્યાન આખો દિવસ જુદા જુદા સુક્કામેવા મનોરથ તથા સવારના સાડા છ વાગ્યે મંગળા આરતીના ભગવાન દ્વારકાધીશના ઉત્થાપન સાથે જ ભગવાનને ધુલી પાઉ મનોરથો અર્પણ કરવામાં આવશે. મંગળા ભોગના આ દર્શન દરમ્યાન સૌપ્રથમ વખત જ એક સાથે ચાર ભોગની સેવા ઠાકોરજીના અર્પણ થનાર હોય જેમાં ભગવાનને ઉત્થાપન સાથે થતા ભોગ પૈકીમાં મંગલભોગની સામગ્રી જેમ કે ભગવાનને પ્રિય પાન બીડા માખણ, મિશ્રી, સુકા મેવા, ફળ ફૂલ સહિતનો ઉત્થાપનના ભોગ સાથે વૈષ્ણવોને મંગળા આરતીના દર્શન કરાવાશે.
મંગળા આરતીના નિત્યક્રમ બાદ સવારે સાડા નવ કલાકે ભગવાન દ્વારકાધીશજીને કુંડલા ભોગ સાથે ઉત્સવ આરતીના દર્શન થશે. ત્યારબાદ અગ્યાર કલાકે અન્નકુટ મનોરથના દર્શન થશે અને સાંજે પ કલાકે ભગવાનના ઉત્થાપન સાથે જ ફરીથી દ્વારકાધીશજીને અન્નકુટ મનોરથ ઉત્સવ આરતી સાથે અર્પણ થશે. ત્યારબાદ સાડા સાત કલાકે મેવા ભોગ તથા દર્શન બાદ રાત્રે સાડા આઠ કલાકે ઠાકોરજીની શયન આરતીના દર્શન સાથે નવમો મેવા ભોગ દ્વારકાધીશજીને અર્પણ થશે.
આમ દ્વારકાધીશજીના નિત સેવા ક્રમમાં ભગવાનને રોજ ચાર ભોગ અને ચાર આરતી દર્શન સિવાય એક જ દિવસમાં ભગવાનને વૈષ્ણવ સંપ્રદાયના સહયોગથી એક જ દિવસમાં નવ વધારાના મનોરથ ઉત્સવથી દ્વારકા મંદિર પરિસર તથા નિજ મંદિરમાં આખો દિવસ ઠાકોરજીની અલગ જ ઝાંખી તથા ઉત્સવ આરતીના વિશેષ દર્શન થશે.
પૂજારી જયેશભાઈ ઠાકર દ્વારા ગુગળી જ્ઞાતિની બ્રહ્મપુરીમાં મનોરથના દિને તા. ૮ ના ગુરૃવારે બપોરે તથા સાંજે (ભોજન)પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દ્વારકાધીશ (રાજાધિરાજ)ને સંપૂર્ણ દિવસ દરમ્યાન ખાસ પ્રકારના ઉત્સવ દર્શનના વસ્ત્રો તથા અલંકારો સાથે અલૌકિક દર્શન વૈષ્ણવોને કરાવવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial