Advertisement
Author: નોબત સમાચાર

એમઆરઆઈ મશીન બંધ થતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો

જામનગરની જી.જી. હોસ્પિટલમાં

જામનગર તા. ૬ઃ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ફરી એક વખત એમઆરઆઈ મશીન બંધ થયું છે. આથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે, જો કે તેની મરામત માટ કાર્યવાહી ચાલી રહી છે અને મશીન રીપેર ન થાય ત્યાં સુધી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની ગુરુ ગોવિંદસિંહજી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીનમાં ફોલ્ટ સર્જાતા આ મશીન છેલ્લા ચાર-પાંચ દિવસથી બંધ થયું છે. પરિણામે સારવાર માટે આવતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. જો કે, અધિકારીના જણાવ્યા મુજબ સેફાયર ઈમેજીંગમાં દર્દીઓને સેવા આપવામાં આવી રહી છે. આ માટે હોસ્પિટલ તંત્ર દ્વારા સફાયર ઈમેજીંગ સાથે વાટાઘાટો કરી છે. આથી જી.જી. હોસ્પિટલમાંથી એમઆરઆઈના દર્દીઓને ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. આમ દર્દીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી મુજબ એમઆરઆઈ મશીનમાં હિલિયમ ઓછું થઈ જતા મશીન બંધ થયું છે. જેની મરામત માટે કાર્યવાહી ચાલી રહી છે તેમ પણ અધિકારીએ ઉમેર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh