Advertisement
Author: નોબત સમાચાર

એસટી બસ ડેપોમાં બસની રાહ જોતા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરાયો

દરેડમાં ગુજરી બજારમાંથી મોબાઈલની તફડંચીઃ

જામનગર તા. ૬ઃ જામનગરના એસટી ડેપોમાં રવિવારે સવારે એક પ્લેટફોર્મ પર બસની રાહ જોઈને ઉભેલા આસામીના ખિસ્સામાંથી રૃા.૩૦ હજારનો મોબાઈલ સેરવાઈ ગયો છે. જ્યારે દરેડમાં શુક્રવારે ગુજરીબજારમાં અન્ય એક વ્યક્તિનો મોબાઈલ ચોરાઈ ગયો છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરના રામેશ્વર નગરમાં વસવાટ કરતા નિકુંજ ભાઈ જમનાદાસ ભાલોડીયા નામના આસામી રવિવારે સવારે સાતેક વાગ્યે એસટી ડેપોમાં પ્લેટફોર્મ નં.૬ પર બસની રાહ જોતા હતા ત્યારે તેમના સ્વેટરના ખિસ્સામાંથી કોઈ શખ્સ રૃા.૩૦ હજારની કિંમતનો વન પ્લસ કંપનીનો મોબાઈલ કાઢી ગયો છે. તેઓએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના દરેડ પાસે ગ્રીન ઝોન બ્લોક નં.૧૩રમાં વસવાટ કરતા છોટુકુમાર રાજ કિશોર નામના પરપ્રાંતિય શ્રમિક શુક્રવારે સાંજે દરેડ જીઆઈડીસી ફેસ-રમાં બીએસએનએલ ટાવર નજીક ભરાતી ગુજરીબજારમાં આવ્યા હતા. ત્યાં કોઈ શખ્સ તેમના ખિસ્સામાંથી વન પ્લસ કંપનીનો રૃા.૧૮૫૦૦ની કિંમતનો મોબાઈલ ચોરી ગયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh