Advertisement
Author: નોબત સમાચાર

હર્ષદપુરની સાત કરોડની જમીનના બોગસ દસ્તાવેજના ગુન્હામાં જામીન

સેશન્સ કોર્ટે અરજી રદ્દ કરતા હાઈકોર્ટમાં મગાયા જામીનઃ

જામનગર તા. ૬ઃ ખંભાળિયાના હર્ષદપુર ગામમાં આવેલી રૃા.સાતેક કરોડની જમીનના બોગસ વેચાણ દસ્તાવેજ કરવાના ગુન્હામાં ઝડપાયેલા મુખ્ય આરોપીનો હાઈકોર્ટે જામીન પર છૂટકારો ફરમાવ્યો છે.

ખંભાળિયા પોલીસ મથકમાં અમદાવાદના રશ્મિન ઉર્ફે રામભાઈ જટાશંકર શુકલ નામના આસામીએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, વિદેશમાં રહેતા તેમના મામા સ્વ. કાંતિલાલ પ્રભાશંકર જોષીની રૃપિયા સાતેક કરોડની જમીન હર્ષદપુરમાં આવેલી છે.

તે જમીન ભળતા નામ વાળા કાંતિલાલ પ્રભાશંકર જોષીએ ખોટા આધારકાર્ડ તથા ચૂંટણીકાર્ડ બનાવી મુંબઈમાં બહેરામશા કુપરને કુલ મુખત્યારનામુ આપી દીધુ હતું અને તેના આધારે બહેરામશાએ તે જમીન હુસેન ઈશાક અને મધુકાંત શાહને દસ્તાવેજથી વેચી નાખી હતી. તે પછી કાંતિલાલ પ્રભાશંકર જોષીએ ફરીથી સદુભા નવુભા ચુડાસમાને તેનો દસ્તાવેજ કરી આપ્યો હતો. આ કૃત્યમાં મહેન્દ્રસિંહ રતુભા જેઠવાએ ઓળખ આપી હતી અને હબીબ હાજી કુરેશીએ આરોપીઓ પાસેથી સાટાખત મેળવી જમીન ખરીદી હતી. તેની અપીલ અરજી નામંજૂર થતાં કાંતિલાલ જોષી અને સદુભા નવુભાએ દ્વારકા કલેક્ટર સમક્ષ રીવીઝન અરજી કરી હતી.

આ બાબતની જાણ થતાં રશ્મિને આધાર પુરાવા રજૂ કરવાની તજવીજ કરતા સદુભા તથા મહેન્દ્રસિંહે ગાળો ભાંડી ધમકી આપી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના સદુભા નવુભાએ જામીનમુક્ત થવા ખંભાળિયા કોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતાં આરોપીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અદાલતે તે અરજી મંજૂર રાખી સદુભાને રૃા.૧૦ હજારના જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ પિયુષ લાખાણી, એન.એમ. ધ્રુવ, રીટાબેન લાખાણી, ડેનિશા ધ્રુવ, તુષાર ત્રિવેદી વગેરે રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh