Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૬૦થી વધુ મકાનમાં આગ પ્રસરીઃ ૧૦૦ થી વધુ મકાનો ખાલી કરાવાયાઃ ૬૦ ઝુંપડા ખાખ
ભોપાલ તા. ૬ઃ મધ્યપ્રદેશના હરદાની ફટાકડા ફેક્ટરીમાં આગ લાગતા ૫૯ કામદાર દાઝી ગયા છે અને ૭ના મૃત્યુ થયા હોવાની આશંકા છે. જો કે તેની હજુ પુષ્ટિ થઈ નથી. ૬૦ જેટલા ઝુંપડા બળીને ખાખ થયા છે અને કેટલાક મકાનોમાં આગ ફેલાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૧૦૦ મકાન ખાલી કરાવાયા છે.
મધ્યપ્રદેશમાં ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી રહી છે. ફેક્ટરીમાં એક પછી એક વિસ્ફોટના અવાજ સંભળાઈ રહ્યા છે, જેના લીધે ઊંચી ઊંચી આગની જવાળાઓ ઊઠી રહી છે. આ ફેક્ટરીમાં કામ કરનારા અનેક લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેટલાક અહેવાલોમાં ૬ લોકોના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે, જો કે અત્યાર સુધી મૃતાંકની પુષ્ટિ થઈ શકી નથી.
માહિતી અનુસાર વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ભયાનક વિસ્ફોટ થઈ રહ્યા છે. જેના લીધે આસપાસના વિસ્તારોમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકો ડરના માર્યા આમ તેમ જીવ બચાવવા ભાગવા લાગ્યા હતાં.
ઘટના સ્થળે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે અને જેમ તેમ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેના પછી જ લોકોના રેસ્ક્યુની કાર્યવાહી શરૃ થઈ શકશે. આગની જવળાાઓ પર કાબૂ મેળવવામાં એટલા માટે પણ વિલંબ થઈ રહ્યો છે કેમ કે ત્યાં ફટાકડાનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં છે. જેના લીધે આગ વધુને વધુ ભડકી રહી છે. સતત વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. આ દરમિયાન તંત્રના ટોચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાની માહિતી મળી રહી છે. હજુ ફેક્ટરીમાં કેટલા લોકો ફસાયા છે તેના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી.
આ આગના કારણે આસપાસના ૬૦ થી વધુ મકાનોમાં આગ લાગી હતી. પ્રશાસને ૧૦૦ થી વધુ મકાનો ખાલી કરાવ્યા છે. ફેક્ટરીમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા છે. આ ઉપરાંત ૬૦ જેટલા ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હોવાનું પણ સૂત્રો જણાવે છે.
આ ફેક્ટરી મગરધા રોડ પર બેરાગઢ ગામમાં છે. ફેક્ટરીમાંથી નીકળતી જવાળાઓ અને ધૂમાડા દૂરથી જોઈ શકાય છે. હરદા, બેતુલ, ખંડવા અને તર્મદાપુરમથી એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા છે. કલેક્ટર ઋષિ ગર્ગ, એસપી સંજીવ કુમાર કંચન સહિત સમગ્ર વહીવટી તંત્ર સ્થળ પર હાજર હોવાના અહેવાલો છે.
સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફેક્ટરીની આસપાસના ઘરમાં ગેરકાયદેસર રીતે ગનપાઉડર રાખવામાં આવ્યો હતો. જેના કારણે અનેક મકાનો સંપૂર્ણપણે તૂટી ગયા હતાં. અહીંથી પસાર થતા અનેક રાહદારીઓ આ આગની ચપેટમાં આવી ગયા. તેમના મૃતદેહો ટૂકડા થઈ ગયા હતાં, જો કે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial