Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજ૫થી નહીં ડરીએઃ દિલ્હીના અધિકારીઓ ડરપોકઃ દબાણ હેઠળ સાક્ષીઓના નિવેદનોઃ આતિશી
નવી દિલ્હી તા. ૬ઃ આમઆદમી પાર્ટીના સાંસદ એન.ડી. ગુપ્તા, કેજરીવાલના પીએસ બિભવ સહિતના નેતાઓના ૧ર જેટલા સ્થળે ઈ.ડી.એ. દરોડા પાડ્યા છે. આ દરમિયાન આમઆદમી પાર્ટીના નેતા અને મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ઈ.ડી.ને કેટલાક સવાલો પૂછ્યા હતા અને આક્ષેપો કર્યા હતાં. તે પછી ઈ.ડી.એ તે ફગાવી દઈને કહ્યું છે કે, અફવાઓ ફેલાવવા સામે પગલા લેવાશે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈ.ડી.) ના અધિકારીઓએ દરોડા પાડ્યા છે. માહિતી અનુસાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવકુમાર તથા રાજયસભાના સાંસદ એન.ડી. ગુપ્તાના ઘર સહિત કુલ ૧ર ઠેકાણે ઈ.ડી. દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે, મની લોન્ડરીંગના કેસમાં ઈ.ડી. દરોડાની કાર્યવાહી તો કરી રહી છે, પણ આ મની લોન્ડરીંગનો કેસ કર્યો તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સૂત્રો અનુસાર ઈડીએ મની લોન્ડરીંગના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સચિવ અને આમઆદમી પાર્ટી સાથે સંકળાયેલા અન્ય લોકોના ઠેકાણે દરોડાની કાર્યવાહી કરી હતી. હાલમાં વોટર બોર્ડના પૂર્વ સભ્ય શલભકુમાર ઉપરાંત કેટલાક અન્ય નેતાઓને ત્યાં પણ તપાસ ચાલી રહી છે.
એ પછી દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી આતિશીએ ક્રાઈમ બ્રાન્ચ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, "મને અને સીએમ કેજરીવાલને આપવામાં આવેલી નોટીસ ન તો સમન્સ છે કે ન તો એફઆઈઆર, ન તો તેમાં આઈપીસી અથવા સીઆરપીસીની કોઈ કલમનો ઉલ્લેખ છે, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને તેમના રાજકીય આકાઓએ એક ખેલ બનાવી દીધો છે. દિલ્હીના અધિકારીઓ ડરપોક બની ગયા છે. અમને તેમના ઉપર દયા આવે છે."
આજે પણ ઈડીના દરોડા વચ્ચે દિલ્હીના મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું ભાજપ અમને દબાવવા માંગે છે, પરંતુ અમે ડરવાના નથી. ક્યારેક કોઈને સમન્સ મળે છે, ક્યારેક દરોડો પડે છે. બે વર્ષમાં સેંકડો દરોડા પાડી પણ ઈડી એક રૃપિયો પણ વસૂલ કરી શકી નથી. બે વર્ષ પછી પણ દારૃના કૌભાંડમાં કોઈ પુરાવા મળ્યા નથી. ઈડીએ તપાસ બાદ તમામ ઓડિયો ફૂટેજ ડિલીટ કરી દીધા. અમે કૌભાંડ કર્યુ નથી. ખરેખરમાં ઈડીની તપાસમાં જ કૌભાંડ છે. ઈડીએ સાક્ષીઓના નિવેદનોમાં ચેડા કર્યા. તેમના નિવેદનો લેવામાં આવ્યા હતાં. તેઓએ કહ્યું કે, અમે દબાણ હેઠળ નિવેદનો આપ્યા હતાં.
આતિશીએ પૂછ્યું કે, ઈડી ઓડિયો ડિલીટ કરીને બચાવવા માંગે છે. તમે દેશ-કોર્ટ સમક્ષ જેટલા સવાલ-જવાબ કર્યા છે, તેમાંથી કેટલાના ઓડિયો તમારી પાસે છે. જો આ વાત સામે આવશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
ભાજપે આ આરોપોને ફગાવી દીધા અને ૩૦-જાન્યુઆરીએ દિલ્હી પોલીસ કમિશ્નર સંજય અરોરાને મળ્યા. ભાજપના આગેવાનોએ પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી હતી. પાર્ટીએ આપના આરોપોની તપાસની માંગ કરી છે. આ પછી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ કેજરીવાલ અને આતિશી પાસેથી ભાજપ પર લાગેલા આરોપો અંગે પુરાવા માંગી રહી છે.
છેલ્લા અહેવાલો મુજબ આતિશીની પ્રેસ કોન્ફરન્સમાં ઈડી પર લગાવાયેલા આરોપોને ફગાવી દઈને ઈડીએ ચેતવણી આપી છે કે, અફવાઓ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial