Advertisement
Author: નોબત સમાચાર

પતિ પાસેથી ચડત ભરણપોષણ મેળવવા પત્ની દ્વારા કોર્ટમાં કરવામાં આવી અરજી

ભરણપોષણ માટે કરાયેલી અપીલ પણ થઈ નામંજૂરઃ

જામનગર તા. ૬ઃ જામનગરના એક પરિણીતાએ પોરબંદરમાં રહેતા પતિ પાસેથી ભરણપોષણની ચડત રકમ વસૂલ મેળવવા અદાલતનો આશરો લીધો છે. જ્યારે એક પરિણીતાએ જેઠ-જેઠાણી પાસેથી પોતાનું તથા પુત્રીનું ભરણપોષણ મેળવવા કરેલી અરજી નકારાઈ હતી. તેની સામે અપીલ કરાતા નીચેની કોર્ટનો હુકમ માન્ય રહ્યો છે.

જામનગરના નફીશા ઈમરાનભાઈએ પોરબંદરમાં રહેતા પતિ ઈમરાન અબ્દુલ હબીબ મુસાણી તથા અન્ય સાસરિયાઓ સામે કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલેન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

તે કેસ અન્વયે અદાલતે વચગાળાનું ભરણપોષણ મંજૂર કર્યું હતું. તે રકમ તથા ખર્ચની રકમ મળી કુલ રૃા.૫૫ હજાર વસૂલ મેળવવા નફીશાબેને અદાલતમાં ધા નાખી છે. અરજદારણ તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.

જામનગરના ભીમવાસમાં રહેતા જયાબેન દેવજીભાઈના લગ્ન અરવિંદભાઈ ઘેલાભાઈ વાઘેલા સાથે થયા પછી પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. તે દરમિયાન પતિનું બીમારીથી અવસાન થતાં જયાબેનને સાસરિયાએ ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મુક્યા હતા.

ત્યારપછી જયાબેને અદાલતમાં જેઠ-જેઠાણી સામે અરજી કરી ભરણપોષણની માગણી કરી હતી. તે અરજી અદાલતે નામંજૂર કરતા જયાબેને સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. ત્યાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે. સામાવાળા તરફથી વકીલ જી.ડી. પંડયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh