Advertisement
Author: નોબત સમાચાર

પુત્રીના તોફાનની વાતનો પતિએ ફોન કાપતા પત્નીની આત્મહત્યાઃ વેપારીનું અગ્નિસ્નાન

ભાઈ-બહેનના ઝઘડામાં તરૃણીએ મોબાઈલ તોડતા ઠપકો મરતા ખાઈ લીધો ગળાફાંસોઃ

જામનગર તા. ૬ઃ જામનગરના વાઘેરવાડામાં પિતાના ઘેર અઢી મહિના પહેલાં આંટો મારવા આવેલી યુવતીએ પોતાની પુત્રી કજીયા કરતી હોવાની અને ઘરકામ કરવા ન દેતી હોવાની પતિને રાવ કરતા પતિએ ફોન કાપ્યો હતો. તે બાબતથી માઠું લાગી આવતા આ યુવતીએ અગનપછેડી ઓઢી હતી. તેણીનું મૃત્યુ થયું છે. ઉપરાંત પંચવટી પાસે એક યુવાને પોતાની દુકાનમાં અગ્નિસ્નાન કરી જિંદગીની આહુતી આપી છે અને મોડા ગામમાં ભાઈ-બહેન વચ્ચે મોબાઈલ બાબતે ઝઘડો થયા પછી બહેને મોબાઈલ તોડ્યો હતો અને માતા-પિતાએ ઠપકો આપ્યો હતો. આથી તે તરૃણીએ પણ ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.

જામનગરના વાઘેરવાડામાં વસવાટ કરતા શેરબાનુના નિકાહ જામનગરના માધાપર ભુંગામાં આવેલા ગૌષ-એ-આઝમ ચોકમાં રહેતા અને માછીમારીનું કામ કરતા હબીબ કરીમભાઈ કુંગડા સાથે થયા હતા. આ દંપતીને સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઈ હતી.

હાલમાં બે વર્ષની થયેલી પુત્રી સાથે શેરબાનુ માતા-પિતાના ઘેર આંટો મારવા આવ્યા હતા. તે દરમિયાન ગઈ તા.૧૭ નવેમ્બરના દિને તે બાળકી કજીયા કરતી હતી અને રડતી હતી. તેની વાત શેરબાનુએ ફોન પર પતિ હબીબ સાથે કરી હતી અને તેણીએ ઘરકામ પણ કરવા દેતી નથી તેમ કહેતા પતિએ ઠપકો આપી ફોન કાપી નાખ્યો હતો. આ બાબતથી માઠું લાગી આવતા શેરબાનુએ પોતાના પિતાના ઘેર જ શરીર પર કોઈ જવલનશીલ પ્રવાહી રેડી દીવાસળી ચાંપી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા આ મહિલાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને તા.રરના દિને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાનું શનિવારે મૃત્યુ નિપજ્યું છે. પતિ હબીબ કરીમે પોલીસને જાણ કરી છે.

જામનગરના રામેશ્વરનગર પાછળ આવેલા ગાયત્રીનગરની શેરી નં.૩માં રહેતા અને પંચવટી કોલેજ નજીક દુકાન ચલાવતા ભાગ્યદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.રપ) નામના ગરાસિયા યુવાને રવિવારે સાંજે ચારેક વાગ્યે પોતાની દુકાનમાં શરીર પર જવલનશીલ પ્રવાહી રેડી દઈ અગ્નિસ્નાન કર્યું હતું. ત્યાં હાજર લોકોએ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. જેમાં આ યુવાનને જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના નાનાભાઈ કૃષ્ણદીપસિંહે પોલીસને વાકેફ કરી છે.

જામનગર તાલુકાના મોડા ગામમાં આવેલા ઘોઘુભા અનોપસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કલમસિંહ કેશુભાઈ ઉર્ફે કમલેશ આદિવાસી નામના પ્રૌઢની પુત્રી હંસાબેન (ઉ.વ.૧૬)એ રવિવારની રાત્રિથી સોમવારની સવાર સુધીમાં તે ખેતરમાં જ આપવામાં આવેલા રહેણાંકમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ તરૃણીને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવતા માતા કમતુબેન કલમસિંહે પોલીસને જાણ કરી છે.

મૃતક હંસાબેનને શનિવારે સાંજે મોબાઈલ જોવા બાબતે પોતાના નાનાભાઈ અરવિંદ સાથે ઝઘડો થયો હતો. ત્યારે આવેશમાં આવી હંસાએ મોબાઈલનો ઘા કરીને તેને તોડી નાખ્યો હતો. આથી માતા અને પિતાએ હંસાને ઠપકો આપ્યો હતો. તે બાબત લાગી આવતા તરૃણીએ ઓરડીમાં આડી સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh