Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તે મિલકત પિતાની સ્વપાર્જીત હોવાની દલીલ ગ્રાહ્યઃ
જામનગર તા. ૬ઃ જામનગરના એક આસામીનું અવસાન થયા પહેલાં તેઓએ બનાવેલા વીલ મુજબ મકાન તથા ડિપોઝિટ કબજો મેળવાયો હતો. તે દરમિયાન આ આસામીના બહેને પોતાનો પણ ભાગ હોવાનું જણાવી પાર્ટીશનનો દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે રદ્દ કર્યાે છે.
જામનગરના જયસુખલાલ મયાશંકર વચ્છરાજાની નામના વૃદ્ધે સરાના કૂવા પાસે આવેલી મિલકત તથા પોસ્ટ ઓફિસ અને બંેંકમાં રાખેલી ડિપોઝિટ અંગે વીલ બનાવી તેના માલિકીના હક્ક પોતાના પુત્ર રમેશભાઈને આપ્યા હતા. તેઓના અવસાન પછી તેમના પુત્રી અરૃણાબેેને આ મિલકત હિન્દુ સંયુક્ત કુટુંબની હોવાનું અને વીલ બનાવટી હોવાનું જણાવી પાર્ટીશન માટે દાવો કોર્ટમાં રજૂ કર્યાે હતો.
તે દાવા અંતર્ગત રમેશ જયસુખલાલે જણાવ્યું હતું કે, તે મિલકતો તેમના પિતાની સ્વ પાર્જીત છે. અદાલતે તે મિલકતો જયસુખલાલની સ્વપાર્જીત હોવાનું માન્ય રાખી અરૃણાબેનનો દાવો રદ્દ કર્યાે છે અને પ્રતિવાદી રમેશભાઈનો દાવો અંશતઃ મંજૂર રાખ્યો છે. પ્રતિવાદી તરફથી વકીલ અનિલ કોઠારી, રવિન્દ્ર વાઘેલા, વિશાલ વાઘેલા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial