Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જય શ્રી રામ, ભારત માતા કી જયના ગૃહમાં લાગ્યા નારાઃ રાજ્ય કક્ષાએ પ્રયોગઃ
દેહારદૂન તા. ૬ઃ ઉત્તરાખંડ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ થયા પછી હોબાળો થતા બપોર સુધી ગૃહ મોકૂફ રહ્યું હોવાના અહેવાલો છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ રજૂ કર્યું છે. આ બિલ રજૂ કરતી વખતે ગૃહમાં 'જય શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લાગ્યા હતાં. યુસીસી પર ચર્ચાની માગને લઈને વિધાનસભામાં વિપક્ષે હોબાળો કરતા ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા પછી આ કાયદો લાગુ થઈ જશે. સાથે ઉત્તરાખંડ આઝાદી પછી યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી બહુવિવાહ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. છોકરીઓ માટે લગ્નની ઉંમર ર૧ વર્ષ નક્કી કરવામાં આવશે. લિવ-ઈન રેલિશેનશીપમાં રહેનારાઓ માટે પોલીસ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. જો લગ્ન નોંધણી નથી કરી તો કોઈપણ સરકારી સુવિધા નહીં મળે. મુસ્લિમ મહિલાઓને પણ દત્તક લેવાનો અધિકાર મળશે અને દત્તક લેવાની પ્રક્રિયા સરળ હશે. પતિ-પત્ની બન્નેને છૂટછેડાની પ્રક્રિયામાં સમાન પ્રવેશ મળશે. નોકરી કરતા પુત્રના મૃત્યુના કિસ્સામાં વૃધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી પત્નીની રહેશે અને તેને વળતર મળશે. અનાથ બાળકોને શિક્ષણ આપવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. પતિ-પત્ની વચ્ચેના વિવાદના કિસ્સામાં બાળકોની કસ્ટડી તેમના દાદા-દાદીને આપી શકાય છે.
માર્ચ ર૦રર માં સરકારની રચના પછી કેબિનેટની પ્રથમ બેઠકમાં યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવાની મંજુરી આપી હતી. બાદમાં સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગોવામાં યુસીસી પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે. દેશવ્યાપી યુસીસીનું ભાજપનું લક્ષ્ય છે, ત્યારે ઉત્તરાખંડથી આ પ્રયોગ શરૃ થયો છે, તેમ જણાય છે.
એઆઈએમઆઈએમ ચીફ અસરૃદ્દીન ઓવૈસીએ ઉત્તરાખંડ વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા યુસીસી બિલને મુસ્લિમો વિરૃદ્ધનું ષડ્યંત્ર ગણાવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે નવા બિલ દ્વારા મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. ઓવૈસીએ કહ્યું કે, જનજાતિઓને આ બિલમાંથી બહાર રાખવામાં આવ્યા છે તો યુનિફોર્મ સિવિલ કોડ કેવી રીતે બની શકે. બીજી તરફ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે કહ્યું કે કોંગ્રેસ સહિતના વિપક્ષોને બિલની કોપી આપવામાં આવી નથી. બિલની નકલની ન હોવાની સ્થિતિમાં તેના પર ચર્ચા કરવી શક્ય નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial