Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચણાના છોડમાં સુકારો રોગ જમીનજન્ય-બીજજન્ય ફુગથી થાય છેઃ
જામનગર જિલ્લાના ખેડૂતો માટે ચણાના છોડમાં સુકારો રોગ દૂર કરવાની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફુગથી થાય છે. આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરૃ અવસ્થામાં છોડ સુકાઈને જમીન પર ઢળી પડે છે.
આ ઉપરાંત, પાછતરો સુકારો પાકની ૩૦ થી ૩પ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે. પાન પીળા પડી જાય છે અને આખો છોડ સુકાઈ જાય છે. કયારેક છોડ આખો ન સુકાતા અમુક ડાળી સુકાયેલી જોવા મળે છે. જેને આંશિક સુકારો કહે છે, સુકાયેલા છોડને જમીનમાંથી ઉખાડીને તપાસતાં તેમાં બહારની કોહવારો જોવા મળતો નથી. પરંતુ છોડના થડને ઉભું ચીરવામાં આવે, તો તેની જલવાહિની ઘેરા કથ્થઈ કે કાળા રંગની જોવા મળે છે. આ રોગથી બચવા માટે પગલાં અત્રે જણાવવામાં આવ્યા છે.
(૧) રોગિષ્ટ છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ-લીટર દ્વાવણનો છંટકાવ કરવો. (ર) પી. ફલોરોસેન્સ અથવા ટી. વિરીડી ર.પ કિગ્રા/હેકટર પ૦ કિગ્રા ખાતર સાથે રોગિષ્ટ છોડની ફરતે રેડવું જોઈએ. (૩) સ્ટંટ વાયરસ રોગ વિષાણું (વાયરસ) થી થાય છે અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાતો હોઈ, તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે મિથાઈલઓ ડીમેટોન ૧ર મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિલી. પ્રતિ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને તેનો છંટકાવ કરવો જોઈએ. (૪) સુકારા રોગના નિયંત્રણ માટે ડ્રાઈકોર્ડમાં વીરીડી ર.પ કિગ્રામને રપ૦ ગ્રામ એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવીને વાવણી વખતે ચાસમાં આપવું જોઈએ. (પ) ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક/ટન છાણિયા ખાતર) ૧ ટન/હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું જોઈએ.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે, આપના વિસ્તારના ગ્રામસેવકશ્રી/વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક શ્રી અથવા તો નાયબ ખેતી નિયામકનો સંપર્ક સાધી શકાશે. તેમ મદદનીશ ખેતી નિયામક, તાલીમ અને મુલાકાત યોજના, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial