Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ઃ ખંભાળિયાના એક આસામી સામે રૃા.૨૦ લાખ ઉપરાંતના ચેક પરતની કરાયેલી ફરિયાદમાં અદાલતે બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો કર્યાે છે. ખંભાળિયાના રવિગીરી કિશોરગીરી ગોસ્વામી ૫ાસેથી રાઠોડ કન્સ્ટ્રક્શનવાળા મુકેશ રમેશભાઈએ રૃા.૨૦ લાખ ૫૫૫૭૫ હાથઉછીના લીધા હતા અને બે ચેક આપ્યા હતા.
તે ચેક બેંકમાંથી પરત ફર્યાની રવિગીરીએ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષે દલીલ કરી હતી કે, તે ચેકનો દૂરપયોગ કરવામાં આવ્યો છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડ, સાહિદ ભંડેરી, ફૂરકાન ભંડેરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial