Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા સહિત ચાર જિલ્લામાં નવી જેલ શરૃ થવાના સંકેત

આણંદમાં નવી જેલનું કામ પ્રગતિમાંઃ

જામનગર તા. ૬ઃ દેવભૂમિ દ્વારકા સહિત ચાર જિલ્લામાં નવી જેલ શરૃ કરવાના રાજ્યના જેલ વિભાગના વડાએ સંકેતો આપ્યા છે.

દેવભૂમિ દ્વારકા ઉપરાંત સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં નવી જેલ શરૃ કરવામાં આવશે તેમ જેલ વિભાગના વડા ડો. કે.એલ.એન. રાવએ જણાવ્યું છે અને હાલમાં આણંદમાં બની રહેલી જેલનું કામ પ્રગતીમાં હોવાનું પણ તેઓએ ઉમેર્યું છે.

જેલ વિભાગના વડાએ વધુમાં જણાવ્યું છે કે, કેટલીક જેલોમાં ક્ષમતાથી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે ત્યારે ચાર જિલ્લામાં નવી જેલ શરૃ કરવા માટે તંત્ર આગળ વધી રહ્યું છે. નયારા ગામમાં નવી જેલ બનાવવા માટે પણ દરખાસ્ત આવી છે અને તે માટે તંત્રએ જગ્યાની પણ પસંદગી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh